- ડાંગ જિલ્લામાં નેટવર્ક સમસ્યા
- વિદ્યાર્થીઓ ટાવર નીચે બેસીને ઓનલાઈન શિક્ષણ મેળવવી રહ્યા છે
- કાળઝાળ ગરમીમાં બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવવા મજબૂર
ડાંગઃ જિલ્લાના સુબિર તાલુકામાં નેટવર્ક સમસ્યાના કારણે બાળકોને ઓનલાઈન શિક્ષણ મેવળવવું કપરું બની ગયું છે. અંતરિયાળ વિસ્તારમાં નેટવર્ક સમસ્યા ઉપરાંત ગરીબ બાળકો જોડે સ્માર્ટફોનની સુવિધાઓનો અભાવ. સુબિર તાલુકાનાં 40 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ફક્ત એક જ નેટવર્ક છે. જેનાથી ઓનલાઈન શિક્ષણ તો દૂરની વાત પરંતુ ઇમરજન્સી સેવાઓ પણ થઈ શકતી નથી. નેટવર્ક સમસ્યાના કારણે આ વિસ્તારનાં બાળકો 5 કિલોમીટર ચાલીને ટાવર નીચે બેસીને ખુલ્લાં મેદાનમાં ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યાં છે.
સુબિર તાલુકાના 40 ગામડાઓમાં ફક્ત એક જ નેટવર્ક
સુબિર તાલુકા પીપલદહાડ ગામે આવેલ BSNL કુલ 30થી 40 ગામોને નેટવર્ક કવરેજ આપે છે. જેમાં પીપલદહાડ ગ્રુપ ગ્રામ પંચાયત, ખામ્બલા ગ્રુપ ગ્રામ પંચાયત, ચીંચવિહીર ગ્રુપ ગ્રામ પંચાયત, સેપુઆંબા ગ્રુપ ગ્રામ પંચાયત, નકટયા હનવત ગ્રુપ ગ્રામ પંચાયત, કિરલી ગ્રુપ ગ્રામ પંચાયત અને માળગા ગ્રુપ ગ્રામ પંચાયતના આબુંર અને ઢોલિયા ઉમ્બર ગામડાઓનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારનાં બાળકો દૂર દૂરથી ચાલીને ટાવર નીચે આવીને ભણી રહ્યા છે. જંગલ વિસ્તારમાં યોગ્ય વ્યવસ્થા પણનાં હોવાથી કાળઝાળ ગરમીમાં બાળકો ઝાડ નીચે બેસીને ભણવા મજબૂર બન્યાં છે.
આ પણ વાંચોઃ સાબરકાંઠામાં ઓનલાઇન શિક્ષણના વાયદા ખોટા સાબિત, વનવાસી વિસ્તારમાં નેટવર્ક વિના ઓનલાઇન અશક્ય