ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં ભારે વરસાદની આગાહી, જિલ્લાની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ - gujarati news

ડાંગઃ હવામાન વિભાગ દ્વારા ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી જિલ્લાની તમામ પ્રાથમિક, મધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું 6 થી 9 ઓગસ્ટ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ શાળાના આચાર્ય અને ગૃહપતિઓને રોજે રોજ ટેલિફોનિક અથવા વોટ્સએપ દ્વારા શાળાની વિગત જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવે તેવું જણાવ્યું છે.

heavy rainfall in dang

By

Published : Aug 6, 2019, 4:53 PM IST

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદ વરસતા પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. ભારે વરસાદના કારણે એકલવ્ય શાળામાં પાણી ભરાઈ જતા 300 બાળકો ફસાયા હતા, જેથી ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા 300 બાળકોનું સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભૂસારાએ ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

જિલ્લાની તમામ શાળાઓને લાગ્યા તાળા

જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ મુજબ ડાંગ જિલ્લામાં તમામ શાળાઓને બંધ રાખવામાં આવી છે. જ્યારે અમુક પ્રાથમીક શાળાઓમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને પણ રજા આપી દેવામાં આવી છે. જેથી આજે દરેક શાળાઓમાં તાળાં લાગેલાં નજરે ચડ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details