ડાંગઃ જિલ્લાના આહવા ગામના તાજ ગૃપના સભ્યો દ્વારા જરૂરિયાત મંદ અને ગરીબ લોકોને એક હજારથી વધુ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના વાઇરસના સંક્રમણના ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના મુખ્ય આહવા ખાતેના તાજ ગૃપના સભ્યોએ લોકડાઉનની પરિસ્થિતિમાં અનાજ વિહોણા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને ચોખા અને ઘઉં વિતરણ કરવામાં આવ્યું હતું.
ડાંગ આહવાના તાજ ગૃપ દ્વારા જરૂરીયાત મંદ લોકોને અનાજ કીટનુ વિતરણ લોકોડાઉનના કારણે રોજનું કમાનને ખાનારા લોકોની હાલત કફોડી બની છે. સાથે અપંગ લોકો ઉપરાંત ધંધાદારીઓના હાલ ધંધાઓ ઠપ થવાના કારણે તેઓની હાલત દયનીય બની છે. ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને સરકાર દ્વારા અનાજની કીટ વિતરણ કરવામાં આવે છે.
સરકાર દ્વારા પણ અનાજ વિહોણા લોકો સુધી અનાજ પહોંચાડવામાં આવ્યું છે. સાથે જ સેવાભાવી સંસ્થાઓ પણ જરૂરિયાત મંદ લોકોને અનાજ પહોંચાડી સેવાનું કામ કરી રહ્યાં છે. ત્યારે આહવાના વેપારી અને તાજ ગૃપના સદસ્ય સમીમખાન પઠાણે તેમની ટીમ સાથે જરૂરિયાત મંદ લોકોને શોધીને હજારથી વધુ લોકોને 10 કીલો ગ્રામ ચોખા તથા 5 કીલો ગ્રામ ઘઉંના લોટની કીટ વિતરણ કરવામાં આવી હતી.
લોકડાઉનના બેરોજગાર બનેલા લોકો અને અપંગ લોકો જેમને ખાસ જરૂરિયાત હોય એવા લોકોને અનાજની કીટ વિતરણ કરી હતી. તાજ ગૃપ દ્વારા આહવાના પટેલપાડા, બંધારપાડા,રાની ફળિયા,આંબાપાડા, મીશન કોલોની વગેરે સોસાયટીના લોકોને 500 જેટલી કીટો જ્યારે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરીયાળ વિસ્તારના ગામડાઓ 500 જેટલી અનાજની કીટોનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી.