ડાંગઃ કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ડાંગ જિલ્લાનાં ડી.જે. સાઉન્ડનાં માલિકો બેરોજગાર બન્યા છે, ત્યારે આવનારા ઉત્સવોમાં ડી.જે સંચાલકોને પરમિશન મળી રહે તે માટે શનિવારના રોજ અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયુ હતું.
ડાંગ જિલ્લામાં બેરોજગાર DJના માલિકોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
વૈશ્વિક મહામારી એવા કોરોના વાઇરસના પગલે લોકોના રોજગાર-ધંધાઓ ઠપ્પ થઈ જતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી છે, ત્યારે ડાંગ જિલ્લામાં કોરોનાના કારણે ડી.જે સાઉન્ડનાં માલિકો બેરોજગાર બન્યા છે. આવનારા ઉત્સવોમાં ડી.જે સંચાલકોને પરમિશન મળી રહે તે માટે શનિવારના રોજ અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું.
વૈશ્વિક મહામારી એવા કોરોના વાઇરસના પગલે લોકોના રોજગાર ધંધાઓ ઠપ્પ થઈ જતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત ઉઠી છે, ત્યારે ડાંગ જિલ્લામાં પણ કોરોના મહામારીના પગલે છેલ્લા 6 મહિનાથી ડી.જે સંચાલકોનાં સાઉન્ડ સિસ્ટમ બંધ હાલતમાં પડ્યા છે. કોરોનાની મહામારીમાં ડાંગ જિલ્લાનાં 200 જેટલા ડી.જે. સંચાલકો લગ્ન અને તહેવારોની સીઝનમાં બંધ રહેતા તેઓને મોટુ નુકસાન થયુ છે.
હાલમાં ગણેશ ચતુર્થીનો પાવન પર્વ ચાલી રહ્યો છે તથા આવનારા દિવસોમાં નવરાત્રિમાં પણ ડીજે સાઉન્ડ સિસ્ટમનો વ્યવસાય બંધ રહેશે. તો તે લોકોની સ્થિતિ બગડશે. જેથી આવનારા મહોત્સવમાં ડી.જે સાઉન્ડ મુકવાની પરમિશન આપવામાં આવે તથા તંત્ર દ્વારા જો પરમિશન ન આપવામાં આવે તો અમોને બેરોજગારનું ભથ્થુ આપવાની માંગણીઓ સાથે ડી.જે.સંચાલકોએ શુક્રવારે અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયુ હતું. આ પ્રસંગે ડી.જે. સંચાલકો સહિત બી.ટી.એસ પ્રમુખ રાકેશભાઈ પવાર, હિમાંશુભાઈ, હર્ષદભાઈ તથા શાલેમ પવારનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.