ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લા પંચાયત તથા ICDS શાખા દ્વારા જિલ્લાકક્ષાની વાનગી હરિફાઇ યોજાઈ - dang district panchayat

રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમ્બર - 2020ને પોષણ માસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પોષણના અતિ મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં લઇ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકની ICDS શાખા દ્વારા જિલ્લા કક્ષાએ પોષણયુક્ત વાનગીઓના નિર્દેશન માટે વાનગી હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 22 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ડાંગ જિલ્લા પંચાયત તથા ICDS શાખા દ્વારા જિલ્લાકક્ષાની વાનગી હરિફાઇ યોજાઈ
ડાંગ જિલ્લા પંચાયત તથા ICDS શાખા દ્વારા જિલ્લાકક્ષાની વાનગી હરિફાઇ યોજાઈ

By

Published : Sep 20, 2020, 8:00 PM IST

ડાંગ: આ વાનગી સ્પર્ધામાં ICDS શાખા દ્વારા વિતરણ કરવામાં આવતા પેકેટ- THR (ન્યુટ્રીશન પ્રિમિક્ષ પેકેટ) માંથી બનાવેલી વિવિધ વાનગીઓ જેવી કે થેપલા, મુઠીયા, સુખડી, કેક, ઢેબરા સહિત ડાંગની પારંપરિક વાનગીઓ જેવી કે વાંસગીલ, નાગલીના રોટલા, અને અડદની દાળ વગેરે વાનગીઓ પ્રદર્શન અર્થે પ્રોગ્રામ ઓફિસરની કચેરી ખાતે રજૂ કરવામાં આવી હતી.

ડાંગ જિલ્લા પંચાયત તથા ICDS શાખા દ્વારા જિલ્લાકક્ષાની વાનગી હરિફાઇ યોજાઈ
વાનગી હરિફાઇના મૂલ્યાંકન માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી, અને તાલુકા વિકાસ અધિકારી વઘઇએ વાનગીની ગુણવત્તા, સ્વાદ જેવા મહત્વના પાસા ધ્યાનમાં રાખી વિજેતાઓ સ્પર્ધકોને પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંક આપ્યા હતા અને ઇનામ રૂપે પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંકને સ્ટીલના ડબ્બા અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક રકમ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
ડાંગ જિલ્લા પંચાયત તથા ICDS શાખા દ્વારા જિલ્લાકક્ષાની વાનગી હરિફાઇ યોજાઈ

ABOUT THE AUTHOR

...view details