જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી એ જણાવ્યું હતુ, કે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં રોજગાર વાંચ્છુ યુવાન-યુવતિઓ માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ, વધુમાં વધુ યુવાન-યુવતીઓ પોતાના કૌશલ્યથી રોજગારી મેળવી શકે,
આહવા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો - જિલ્લાના મુખ્ય મથક આહવા
ડાંગઃ જિલ્લાના મુખ્ય મથક આહવા ડાંગ દરબાર હોલ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં નોકરીદાતા અને મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા.
આહવા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો
ડાંગ કલેકટર એન.કે.ડામોરે ડાંગના યુવક-યુવતિઓને જણાવ્યું હતું, કે કંપનીઓની સાથે સાથે રોજગાર કચેરી દ્વારા યોજાતા લશ્કરી ભરતી મેળાની પણ તૈયારી કરવી જોઈએ. ડાંગના યુવાનો સક્ષમ અને મહેનતુ છે. તેઓને તક આપવી જોઇએ જેથી પોતાની કૌશલ્ય પ્રતિભા બહાર આવે. વધુમાં નોકરી દાતાઓને અનુરોધ કર્યો હતો, કે ભૌગોલિક પરિબળોને કારણે અહીંના યુવાનોને વધુમાં વધુ રોજગારી મળે તેવો પ્રયાસ હાથ ધરવો જોઈએ. દરેક રોજગાર વાંચ્છુઓએ સાથ અને સહકાર આપવો જોઈએ.