ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરની નિયુક્તિ કરી - Dang District Election Officer Appoints

આગામી સમયમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી-2020 અંતર્ગત “173-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તાર”ની સંભવિત ચૂંટણી સંદર્ભે ડાંગના જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરે ચૂંટણી સંદર્ભે કરવાની થતી કામગીરી બાબતે જુદી જુદી સમિતિઓની રચના કરી, જિલ્લાની સંબંધિત કચેરીઓના અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા હતા.

ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરની નિયુક્તિ કરી
ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરની નિયુક્તિ કરી

By

Published : Jul 14, 2020, 4:28 PM IST

ડાંગ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કરવાની થતી કામગીરી બાબતે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધકારી દ્વારા સમયસર મળતી સૂચનાઓ અને માર્ગદર્શન અનુસાર જિલ્લાના નોડલ ઓફિસરો કામગીરી હાથ ધરે તે આવશ્યક છે, તેમ જણાવી, જિલ્લા ચૂંટણી અધિકારી ડામોરે આ કામગીરી સરળતાપૂર્વક અને અસરકારક રીતે હાથ ધરી શકાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને નોડલ ઓફિસર તરીકેની જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી.

ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરની નિયુક્તિ કરી

ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જે સમિતિઓની રચના કરવામાં આવી છે તેની વિગતો જોઈએ તો ખર્ચ અને મોનીટરીંગ સમિતિ, કાયદો અને વ્યવસ્થા, મેન પાવર મેનેજમેન્ટ, ઈ.વી.એમ./વી.વી.પેટ મેનેજમેન્ટ, આચાર સંહિતા, ઓબ્ઝર્વર્સ, સાયબર સિક્યુરીટી, સ્વીપ, એસ.એમ.એસ. મોનીટરીંગ અને કોમ્યુનીકેશન પ્લાન, ટ્રેનીંગ મેનેજમેન્ટ, સ્થળાંતરિત મતદારો, વેલ્ફેર, મટીરીયલ મેનેજમેન્ટ, હેલ્પ લાઈન, મીડિયા મેનેજમેન્ટ, હેલ્પ લાઈન તથા ફરિયાદ નિકાલ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, બેલેટ પેપર/પોસ્ટલ બેલેટ, પર્સન વિથ ડીસેબીલીટીસ, કોમ્પ્યુટરાઈઝેશન, અને આઈ.સી.ટી. એપ્લીકેશન જેવી સમિતિઓની રચના કરવામાં આવી છે.

આ સમિતિઓના નોડલ ઓફિસર તરીકે સંબંધિત કચેરી/વિભાગોના અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. જેમને સોપવામાં આવેલી કામગીરી સંપૂર્ણ જવાબદારી સાથે બજાવવાની સુચના પણ જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોર દ્વારા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details