ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં અધિકારીઓને હેડક્વાર્ટર ઉપર રહેવા આદેશ - ગુજરાત કોરોના અપડેટ

ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસનાં વધી રહેલાં કેસોને કારણે તમામ અધિકારીઓ તેમજ સ્ટાફને ફરજિયાત હેડક્વાર્ટર ઉપર રહેવા અંગે ડાંગ જિલ્લા અધિક કલેક્ટરે આજે રવિવારે પરિપત્ર બહાર પાડીને તમામ અધિકારીઓની ઓફિસોમાં સૂચનાઓ આપી છે.

ડાંગ જિલ્લામાં અધિકારીઓને હેડક્વાર્ટર ઉપર રહેવા આદેશ
ડાંગ જિલ્લામાં અધિકારીઓને હેડક્વાર્ટર ઉપર રહેવા આદેશ

By

Published : Apr 11, 2021, 9:20 PM IST

  • અધિકારીઓની ઓફિસોમાં સૂચનાઓ આપવમાં આવી
  • કોરોનાં વાઇરસના વધતાં કેસોને લઈને કરાયો નિર્ણય
  • જિલ્લા અધિક કલેક્ટરે પરિપત્ર બહાર પાડ્યો

ડાંગઃરાજ્યમાં કોવિડ -19 વાઇરસનાં બીજા તબક્કામાં પોઝિટિવ કેસોમાં ભારે વધારો થઈ રહ્યો છે. દિનપ્રતિદિન રાજ્ય તેમજ ડાંગ જિલ્લામાં પણ કોરોના વાઇરસનાં પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. જેને ધ્યાને લઇ જિલ્લા અધિક કલેક્ટર ટી. કે. ડામોર દ્વારા આજે રવિવારે જિલ્લાનાં તમામ અધિકારીઓને પરિપત્ર પાઠવ્યો હતો. જેમા જણાવ્યુ હતુ કે, કોરોના વાઇરસને અટકાવવા તેમજ સાવચેતીનાં ભાગરૂપે અને સંક્રમણ ના ફેલાય તે માટે તમામ અધિકારીઓ તેમજ તેઓનાં તમામ સ્ટાફને હેડક્વાર્ટર ઉપર ફરજિયાત હાજર રહેવાનું છે. આ ઉપરાંત કર્મચારીઓ તેમજ શાળાનાં શિક્ષકો અપડાઉન ના કરે તે ખાસ જણાવ્યું છે.

કોરોનાં વાઇરસના વધતાં કેસોને લઈને કરાયો નિર્ણય

આ પણ વાંચોઃ ડાંગ કોરોના અપડેટ: 24 કલાકમાં 1 પોઝિટિવ અને 1 મૃત્યુ

શિક્ષકોને અપડાઉન ન કરવાની અપીલ

ડાંગ જિલ્લામાં પ્રાથમિક શાળાનાં શિક્ષકો મોટા ભાગે અન્ય જિલ્લાઓ જેવા કે સુરત, નવસારી, તાપી, વલસાડથી અપડાઉન કરી શાળામાં આવતા હોય છે. ત્યારે ડાંગ જિલ્લાનાં વિવિધ કચેરીઓ સહિત પ્રાથમિક શિક્ષકો અપડાઉન કરવાનું ટાળે અને સંક્રમણ રોકવું હોય તો હેડ ક્વાર્ટર પર હાજર રહી નોકરી કરે તે જરૂરી બની ગયુ છે. ડાંગ જિલ્લામાં કોરોનાનાં કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેની તકેદારીનાં ભાગરૂપે અધિક કલેક્ટર દ્વારા આજે રવિવારે પરિપત્ર બહાર પાડી જિલ્લાનાં તમામ અધિકારીઓને સૂચનાઓ આપી પાલન કરવાનું ફરમાન કર્યુ છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં સતત બીજા દિવસે થયો કોરોના બ્લાસ્ટ, 5 હજારથી વધુ કેસ નોંધાયા

ABOUT THE AUTHOR

...view details