ડાંગઃ પ્રાપ્ત વિગતો અનુસાર લોકડાઉનથી જીલ્લામાં મજુરી કામ કરનારા લોકોની હાલત કફોડી બનવા લાગી છે. ત્યારે આ કપરી પરિસ્થિતિમાં સરકાર દ્વારા જરૂરીયાતમંદ લોકો સુધી અનાજ પહોંચાડવામાં આવી રહ્યું છે. સાથે જ આ જરૂરીયાતમંદ અને ગરીબ લોકોના વ્હારે સેવાભાવી લોકો અને સંસ્થાઓ પણ આગળ આવી છે. જીલ્લાના શામગહાન સેંટ ઝેવિયર્સ સોશિયલ સર્વિસ સોસાયટી દ્વારા ખુબ જ જરૂરીયાતમંદ અને રેશન કાર્ડ વિહોણા કુલ 26 ગામના લોકોમાં ાં કુલ 442 જેટલી અનાજની કીટ પહોંચાડી હતી. આ કીટમાં પાંચ કિલો ચોખા, પાંચ કિલો ઘઉંનો લોટ, 1 કિલો તુવેર દાળ, એક લીટર તેલ, ન્હાવા- ધોવાના એક-એક સાબુ જેવી તમામ જરૂરી વસ્તુઓ આપવામાં આવી હતી.
ડાંગની સેંટ ઝેવિયર્સ સોશિયલ સર્વિસ સોસાયટી શામગહાન દ્વારા અનાજ કીટનું વિતરણ - ડાંગ લોકડાઉન સમાચાર
કોરોના વાઇરસની મહામારી વચ્ચે ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને અનાજ પુરૂ પાડવા માટે સરકાર સાથે અન્ય સંસ્થાઓ પણ આગળ આવી છે, ત્યારે ડાંગની સેંટ ઝેવિયર્સ સોશિયલ સર્વિસ સોસાયટી શામગહાન દ્વારા 26 ગામોના કુલ 422 ગરીબ અને જરૂરીયાત મંદોને લોકોને અનાજ કીટ વિતરણ કરવામાં આવી હતી.
ડાંગના સેંટ ઝેવિયર્સ સોશિયલ સર્વિસ સોસાયટી શામગહાન દ્વારા અનાજ કીટનું વિતરણ
સંસ્થાના વડા કિરીટ પટેલીયાએ જણાવ્યું હતું કે, આ મુશ્કેલીના સમયમાં સંસ્થાના તમામ સભ્યોએ સાથે મળી અનાજ કીટ તૈયાર કરી જરૂરીયાત મંદ લોકોના ગામોની શોધખોળ કરી અનાજ કીટ વિતરણ કર્યું હતું.