ડાંગઃ જિલ્લાનાં દરાપાડા ગામનાં સરપંચ સભ્યો સાથે જ ગામનાં આગેવાનોએ સાથે મળીને તેમના ગામની આજુ બાજુનાં 12થી વધુ ગામડાઓમાં જરૂરિયાતમંદ લોકોને 500થી વધુ અનાજ કીટનું વિતરણ કર્યું હતું.
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ દરાપાડા ગામનાં સરપંચની સાથે ગામના આગેવાનો, સેવાભાવી લોકોએ પોતાના ઘરમાં રહેલું અનાજ ભેગું કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આપ્યું હતું.
ડાંગનાં દરાપાડા ગ્રામવાસીઓ દ્વારા જરૂરીયાતમંદ લોકોને 500 અનાજની કીટનું વિતરણ લોકડાઉનની કપરી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ જરૂરિયાતમંદ લોકોનાં સહારે સરકારની સાથે અનેક સેવાભાવીઓ સંસ્થાઓ મદદ કરવા માટે આગળ આવી રહી છે. ત્યારે ડાંગનાં સામાન્ય પરિસ્થિતિવાળા ખેડૂત મિત્રો જેઓ ફક્ત ચોમાસુ ખેતી પર નિર્ભર રહે છે. તેઓ પણ મદદ કરી રહ્યા છે.
24 માર્ચથી શરૂ થયેલા લોકડાઉનનાં કારણે કપરી પરિસ્થિતિ ભોગવી રહેલા લોકો માટે દરાપાડા ગામનાં સરપંચ દિનેશભાઇ ભોયે તથા ગામનાં અગ્રણી છગનભાઇ, વિઠ્ઠલભાઇ વગેરે સાથે મળીને જરૂરિયાતમંદ લોકોનાં ઘરે અનાજ આપી ગરીબોની મદદ કરી રહ્યા છે.
ડાંગનાં દરાપાડા ગ્રામવાસીઓ દ્વારા જરૂરીયાતમંદ લોકોને 500 અનાજની કીટનું વિતરણ દરાપાડા ગ્રામવાસીઓએ પોતાના ઘરથી અનાજ ભેગું કરી અન્ય જરૂરીયાતમંદ લોકો જે સુગર ફેક્ટરીઓમાંથી મજુરી કામ કરી પરત આવ્યા હતા, મહારાષ્ટ્રની દ્રાક્ષની વાડીઓમાંથી પરત આવ્યા હતા અને તેવા ખાસ જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટ વિતરણ કરી હતી.
ગ્રામજનોએ શુળીયાબરડા, ગુંદવહળ, નિંમ્બારપાડા, માનમોડી, લહાનમાંળુગા, મુંરબી વગેરે ગામડાઓમાં 500 જેટલી અનાજની કીટમાં પાંચ કીલો ચોખા, ઘઉં, તેલ, હળદર, મસાલા, મીઠું વગેરે ખાદ્ય ચીજોનું વિતરણ કર્યું હતુ, હાલમાં પણ આ લોકોની સેવા જરૂરીયાતમંદ સુધી અનાજ પહોંચાડવા માટે ચાલુ જ છે.