- ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
- સુબિર તાલુકાની 2 બાળકીઓ ચેકડેમમાં તણાઈ
- પાણીમાં તણાયેલી બંને બળકીઓના મોત
- સાપુતારામાં 1.2 ઈંચ વરસાદ ખાબક્યો
ન્યુઝ ડેસ્ક: મળતી માહિતી પ્રમાણે રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ગતરોજથી વરસાદી માહોલનું જોર ધીમું પડ્યું છે. ડાંગ જિલ્લાનાં આહવા, સાપુતારા, સુબિર, ચીંચલી, પીપલદહાડ, વઘઇ, ભેંસકાતરી, સાકરપાતળ, ગલકુંડ, બોરખલ, મહાલ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં શુક્રવારે દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ નોંધાયો હતો.
સુબિર તાલુકાની 2 બાળકીઓ ચેકડેમમાં તણાઈ
ડાંગ જિલ્લામાં ધીમી ધારે વરસાદનાં કારણે નદી-નાળા અને વહેળાઓ શાંત ગતિમાં વહેતા જોવા મળી રહ્યા છે. ગતરોજ ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં કસાડબારી ગામની બાળકીઓ રોશની અનિલ જાદવ (ઉંમર 9 વર્ષ) અને સરિતાબેન રમેશભાઈ પવાર (ઉંમર 11 વર્ષ) જેઓ બન્ને ગામ નજીકનાં કોતરમાં આવેલ ચેકડેમમાં તણાઈ જતાં બંનેના મોત નીપજ્યા હતા. બંને બાળકીઓના મોતથી પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.