ડાંગઃ જિલ્લાનાં સુબિર તાલુકાના ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ મહાલ કેમ્પ સાઈડમાં શુક્રવારના રોજ સુરતની 23 વર્ષીય યુવતીનું પૂર્ણાં નદીનાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાના રહેવાસી હીનાબેન પટેલ શુક્રવારના રોજ પોતાના પરિવાર સાથે મહાલ કેમ્પ સાઇડમાં ફરવા આવ્યા હતા. જ્યાં તેઓ બપોરનાં સમયે તેના પરિવાર સાથે તેઓ પૂર્ણા નદીમાં નાહવા પડ્યા હતા. ત્યારે અકસ્માતે તેમની 23 વર્ષીય યુવતીનો પાણીમાં પગ લપસી જવાથી મોત નીપજ્યું હતુ.
ડાંગઃ પૂર્ણા નદીમાં સુરતની યુવતીનું ડૂબી જવાથી મોત
ડાંગ જિલ્લાના મહાલ કેમ્પ સાઇડમાં શુક્રવારના રોજ સુરતથી ફરવા આવેલી યુવતીનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. પરિવાર સાથે ફરવા આવેલી આ યુવતીનો અકસ્માતે પગ લપસી જતા મોતને ભેટી હતી.
ડાંગનાં મહાલ કેમ્પ સાઇડ નજીક પૂર્ણા નદીમાં સુરતની યુવતીનું ડૂબી જવાથી મોત
આ 23 વર્ષીય યુવતી પૂર્ણા નદીના ઉંડા પાણીમાં ગરકાવ તથા તેનું મોત નીપજ્યું હતું. યુવતીનું મોત થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી. અકસ્માતે મોત થતા સુબિર પોલીસ મથકના PSI બી.આર.રબારીએ પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.