અગાઉ રાજ્યના જુના વાહનોમાં હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવા માટેની આખરી તારીખ 31 મી મે 2019 જાહેર કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવા માટે બાકી વાહનોની મોટી સંખ્યા, અને વાહન ધારકોના ઘસારાને પહોંચી વળવા માટે તથા જનતાને વધુ સગવડ મળી રહેતે માટે, હવે તેની મુદૃતમાં ૩ માસ જેટલો વધારો કરાયો છે.
ડાંગમાં હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની મુદૃત વધારાઇ
ડાંગ: કેન્દ્રિય મોટરવાહન નિયમોમાં કરેલી જોગવાઇ અનુસાર, વાહનો પર હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજિયાત છે. ગુજરાત રાજ્યમાં 16 નવેમ્બર, 2012 થી હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની કામગીરી RTO દ્વારા હાથ ધરવામાં આવી છે.
dang
ડાંગના ARTO શ્રી જી.જે.સોલંકી તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ડાંગજિલ્લાના મોટર વાહન ધારકો હવે તારીખ 31-8-2019 સુધી હાઇ સિકયુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ(HSRP.) લગાવડાવી શકે છે. આ આખરી મુદૃત બાદ HSRP વિનાના વાહનો સામે કડક એન્ફોર્સમેન્ટ કરી દંડનિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ વધુમાં જણાવાયું છે.