ગુજરાત

gujarat

ETV Bharat / state

લીંગા સ્ટેટના રાજવીનું ખોવાયેલું પંચધાતુનું કડું મહારાષ્ટ્રમાંથી મળ્યું, જાણો શું છે સમગ્ર ગાથા... - King Janak

ડાંગ જિલ્લામાં લીંગા સ્ટેટના રાજવી છત્રસિંહ ભંવરસિંહ સુર્યવશીનું પંચધાતુનું કડું ખોવાઇ જવાના કારણે બે ગામમાં હોળી પ્રગટાવવમાં આવી ન હતી. આ કડું મહારાષ્ટ્રમાંથી મળી આવતા તેનું શુદ્ધિકરણ કરી આગામી દિવસોમાં તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

ડાંગ
ડાંગ

By

Published : Jun 11, 2020, 9:13 PM IST

ડાંગઃ જિલ્લાના લીંગા સ્ટેટના રાજવી છત્રસિંહ ભંવરસિંહ સુર્યવશીનું પંચધાતુનું કડું ખોવાઇ જવાના કારણે બે ગામમાં હોળી પ્રગટાવવમાં આવી ન હતી. કડું ચોરવાનો આરોપ રાણી પર લગાડી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ પંચધાતુનું ચમત્કારીક કડું જનકરાજાનું છે. એવી માન્યતા છે.

ડાંગના લીંગા સ્ટેટ રાજવીનું ખોવાયેલું ચમત્કારીક પંચધાતુનું કડુ મહારાષ્ટ્રમાંથી મળી આવ્યું

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં લીંગા ગામે રાજાનાં ઘરેથી આસ્થાનું પ્રતીક સમાન રામાયણ કાળનું રાજા જનકનું પંચધાતુંનું કડું ખોવાઈ જતાં લીંગા તેમજ ખડકવહળી ગામે આદિવાસી લોકોનું સૌથી મોટો તહેવાર હોળીની ઊજવણી કરાઈ ન હતી. જ્યાં સુધી કડું મળે ત્યાં સુધી હોળી ન મનાવવા રાજાએ આદેશ કર્યો હતો. હોળીનાં પાંચકા દરમિયાન કડું નહી મળતાં આ વર્ષની હોળી રદ કરી દેવામાં આવી હતી. ફુલાબેન ભવરસિંગ સુર્યવશીએ સાપુતારા પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદ મુજબ ખોવાયેલું કડું શોધવા માટે રાજાએ ભગત-ભુવાઓ બોલાવ્યાં હતાં.

જેમાં ગત 11 માર્ચના દિવસે ભગત-ભુવાઓએ જણાવ્યું હતું કે, રાજાની સાવકી માતા ફુલાબેન ભંવરસિંગ સુર્યવંશીએ જ કંડુ છુપાવ્યું જણાવતાં રાજા તેમજ ગ્રામજનોએ કડું ચોરીની કબૂલાત કરાવવા માટે રાણી ફુલાબેન અને ધારાબેન દેવરામભાઈ પવારે બળ જબરી કરી સાગનાં લાકડાનાં ફટકા, દિવેલીયાની શોટી, વડે તેમજ ઢીક્કામુક્કી અને લાતથી માર મારર્યો હતો.

ડાંગના લીંગા સ્ટેટ રાજવીનું ખોવાયેલું ચમત્કારીક પંચધાતુનું કડુ મહારાષ્ટ્રમાંથી મળી આવ્યું

ખોવાયેલુ કડું બે દિવસમાં નહી આપશો તો જાનથી મારી નાખીશ તેવીં ધમકી આપી બે દિવસ સુધી તેને તેનાં ઘરમાં પૂરી રાખી હતી. બે દિવસ સુધી ખોરાક–પાણી કે ઓઢવાનું પણ આપ્યું ન હતું. તેમજ તેનાં પરિવાર જનોને ધમકી આપી હતી કે, આને કોઈ હોસ્પિટલ લઈ જશે તો તેનું પણ આવો જ હાલ કરવામાં આવશે. રાણી ફુલાબેનની તબિયત લથડતા તેનાં પુત્ર દિગ્વેશ અને પુત્રી સુલા તેણીને બાઇક પર બેસાડી સારવાર અર્થે આહવાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

રાણીને માર મારવાની ઘટના અંગે રાજા છત્રસિંગે પોલીસને જણાવ્યું હતું કે, આ મારી સામે તદન ખોટી ફરિયાદ કરાઈ છે. જ્યારે વિધિ થતી હતી, ત્યારે 123 ગામનાં લોકો ત્યાં કંડો જોવા માટે આવ્યાં હતાં. સાપુતારા પોલીસ અને 181 મહિલા હેલ્પ લાઈનની ટીમ પણ હાજર જ હતી. ફુલાબેન મારી માતા જ કહેવાય હું એને કઈ રીતે મારી શકું. ધારીબેન દેવરામ પવારએ જણાવ્યું હતું કે, હું જામનવિહિર ગામે મંદિરમાં સેવા કરૂ છું. કડું ચોરયાની મારા પર ખોટી શંકા રાખી બાળક બિમાર છે. તેવું જણાવીને મને લીંગા ગામે બોલાવી હતી કડું મારી પાસે જ હોવાની શંકા રાખી મને બે દિવસ સુધી ગોંધી રાખી હતી. ખોરાક પાણી કે રાત્રે ચાદરા પણ આપ્યાં ન હતા.

કડું પરત મળી જતા લીગા સ્ટેટના રાજાએ જણાવ્યું હતું કે, આસ્થાના પ્રતીક સમાન તેમના પુર્વજોને રાજા જનકે આપેલું કડું એ તેનો ચમત્કારીક પરચો કડું ચોરનારાને મળી જતા તે માનસિક સંતુલન ગુમાવી દીધું છે. જે જઇ તેના પરિવારજનો ગભરાઉં જતા તેમણે રાજાનો સંપર્ક સાધી આ કડું રાજાને પાછું આપી દીધું છે. આ કડું મળી જતા હવે વિધિવત પુજા કરીને તેનું શુદ્ધિકરણ કરવામાં આવશે. આગામી દિવસોમાં તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details