ભારતની જનતાની લોકપ્રિય રમત ક્રિકેટમાં આદિવાસી યુવાન જીત કુમારનું સપનું સાકાર થઈ ગયું છે. જીતને ગાંગુરડેને નેશનલ ક્રિકેટમાં એન્ટ્રી મળતા તેના મિત્રો અને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જીત નેશનલ જુનિયર પ્લેયર્સ લીગના સિલેક્શન કેમ્પમાં રાજસ્થાન લાયન્સ તરફથી બેસ્ટ વિકેટકીપર અને બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ મેળવ્યો હતો. ચંદીગઢ એવેન્જર્સ સામેની મેચમાં 142ની સ્ટ્રાઈક રેટ સાથે 21 બોલમાં 30 રન ફટકારતા બેસ્ટ સ્ટ્રાઈકરની ટ્રોફી પણ અંકે કરી હતી.
ડાંગના યુવકની રાજસ્થાન લાયન્સના વિકેટકીપર તરીકે પસંદગી - Wicketkeeper
ડાંગઃ રાજ્યમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાના યુવાનો વિવિધ ક્ષેત્રોમાં જિલ્લાનું નામ દેશ-વિદેશની ધરતી ઉપર ચમકાવી રહ્યા છે. ત્યારે દેશની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટમાં પણ ડાંગનો ડંકો વગાડવા 19 વર્ષીય જીત કુમારની પસંદગી થઈ છે.
સાથે જ અંડર-19 નેશનલ પ્લેયર્સ લીગના સિલેક્શન કેમ્પમાં શાનદાર દેખાવ બાદ ડાંગના જીતની રાજસ્થાન લાયન્સના વિકેટકીપર તરીકે પસંદગી થઈ હતી. સ્પોર્ટ્સ પ્રમોશન ફેડરેશન ઓફ ઇન્ડિયાના પસંદગીકારોએ જીત કુમારની આ સિદ્ધિઓ બદલ ભારતનો ભાવિ વિકેટકીપર-કમ-બેટ્સમેન ગણાવ્યો હતો. નેશનલ પ્લેયર્સ લીગમાં થયેલી પસંદગી બાદ જીત ગોવા ખાતે રમાનાર નેશનલ જુનિયર ચેમ્પિયન ટ્રોફીમાં માટે આમંત્રણ આવ્યું છે. આગામી દિવસોમાં જીત ગોવા ખાતે રમવા જશે જ્યાં દેશના 10 રાજ્યોની ટીમ આમને-સામને ટકરાશે.
રાજસ્થાન લાયન્સ ટીમ માટે સિલેક્ટ થયેલ જીતની મઝાની વાત એ છે કે, જીત પાસે કોઈ કોચ નથી. આ યુવકે જણાવ્યું કે, તેના કોચ ટીવી અને યૂટ્યૂબ છે. નાનપણથી જ ક્રિકેટ પાછળ ઘેલો હોવાથી કૉચ વગર પણ તેની રમતને સારી રીતના વિકસાવી છે. જીતની માતા તેને ટીવી પર રમતા જોવા માંગે છે. જીતના પિતા GEBમાં ક્લાર્ક છે અને માતા આંગણવાડીમાં કામ કરે કછે. હાલ જીત મહેસાણા ખાતે B.sc નો અભ્યાસ કરી રહ્યો છે. બાળકોના અભ્યાસ ખર્ચ સાથે જીતને સારી ટ્રેનીંગ મળી રહે તે માટે તેના પિતા પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે, સરકાર પણ તેમને આર્થિક મદદ કરે, આ બાબતે ડાંગ ધારાસભ્ય મંગળ ગાવીત વિધાનસભામાં રજૂ કરી ચુક્યા છે.