ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગનાં વર્લ્ડ ફેમસ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ 'મહાલ' ને ખુલ્લી મુકાઈ - Dang Forest Department

ડાંગ વન વિભાગનું ઘરેણું 'પૂર્ણાં વાઈલ્ડ લાઈફ સેન્ચુરી' માં પર્યટકો માટે વન વિભાગે તૈયાર કરેલી 'વર્લ્ડ ફેમસ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ-(eco-tourism camp site) 'મહાલ' (Maha)ને ખુલ્લી મુકવામાં આવી છે. ડાંગ વન વિભાગ દ્વારા અહીં 'વર્લ્ડ ફેમસ ઇકો કેમ્પ સાઇટ-મહાલ' ને નવા વાઘા સાથે વધુ લોકભોગ્ય બનાવીને પર્યટકોની સેવામાં ખુલ્લી મુકવામાં આવી છે.

ડાંગનાં વર્લ્ડ ફેમસ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ 'મહાલ' ને ખુલ્લી મુકાઈ
ડાંગનાં વર્લ્ડ ફેમસ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ 'મહાલ' ને ખુલ્લી મુકાઈ

By

Published : Jun 30, 2021, 2:35 PM IST

  • ડાંગ વન વિભાગ(Dang Forest Department)દ્વારા મહાલ (Maha)કેમ્પને ખુલો મુકવામાં આવ્યો
  • કેમ્પમાં તમામ વ્યવસ્થા સાથે પ્રવાસીઓ માટે ખુલો મુકાયો કેમ્પ
  • મહાલ કેમ્પમાં એડવેન્ચર એક્ટિવિટીઓ પ્રવાસીઓ માટે આકર્ષક

ડાંગઃ સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલા ડાંગ જિલ્લાનું નામ સાંભળતા જ લીલીછમ હરિયાળી, સર્પાકાર રસ્તાઓ, રૌદ્ર અને રમ્ય અહેસાસ કરાવતી ખીણો, ખળખળ વહેતા સફેદ દુગ્ધધારા જેવા ઝરણાઓ તથા જળધોધ, આસમાન સાથે વાતો કરતા ઊંચા ઊંચા ડુંગરો અને તેની આગોશમાં સમાઈ જતી, પોતાના પ્રિયતમથી વિખૂટી પડેલી શુભ્ર શ્યામ વાદલડીઓનુ ઝુંડ તથા હિંસક પ્રાણીઓ, સરીસૃપ અને વનિલ કિટકોની વિવિધ પ્રજાતિઓનુ દ્રશ્ય નજર સમક્ષ ઉભું થય છે.

ડાંગનાં વર્લ્ડ ફેમસ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ 'મહાલ' ને ખુલ્લી મુકાઈ

આ પણ વાંચોઃડાંગનો મહાલ કેમ્પ સાઈડ નોટિસ વગર બંધ, પ્રવાસીઓ અટવાયા

કુદરતના આ અણમોલ ખજાનાને નજરોનજર નિહાળવું હોય તો તમારે 'ડાંગ'ના ડુંગરાઓ ખૂંદવા પડે

ડાંગ વન વિભાગ દ્વારા અહીં 'વર્લ્ડ ફેમસ ઇકો કેમ્પ સાઇટ(eco-tourism camp site)-મહાલ' ને નવા વાઘા સાથે વધુ લોકભોગ્ય બનાવીને પર્યટકોની સેવામાં ખુલ્લી મુકવામાં આવી છે. 'કોરોના કાળ' બાદ ગત શનિવારથી જે પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાયેલી 'મહાલ કેમ્પ સાઇટ' ખાતે રહેવા જમવાની સુવિધા સાથે જાણકાર ગાઈડની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનો લાભ પર્યટકો લઈ શકે છે, તેમ જણાવતા ઉત્તર ડાંગના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે વન વિસ્તારના નિયત પ્રવાસન સ્થળો સિવાય વન પ્રદેશમાં જરૂરી પરવાનગી અને ગાઈડ વિના જવું પર્યટકો માટે જોખમભર્યું હોય તેવો પ્રયાસ નહિ કરવાની પણ હિંમાયત કરી છે.

આ પણ વાંચોઃUNESCO દ્વારા ટૂંક સમયમાં ધોળાવીરાની હડપ્પન સાઇટને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવશે

લીલોતરીનાં કારણે ડાંગમાં પ્રવાસીઓની ભીડ

હરિયાળી વનરાજીથી હર્યાભર્યા આ પ્રદેશમાં જ્યાં જ્યાં નજર કરો ત્યા ત્યા સાગ, સાદડના લીલાછમ વૃક્ષો અને વાંસના ઝુંડ નજરે પડે છે. વન ઔષધિઓનો અનોખો ખજાનો પણ ડાંગના જંગલને સમૃદ્ધ કરે છે. રંગબેરંગી વનિલ ફૂલો, અને ઋતુચક્ર અનુસાર રંગો બદલતુ ઘનઘોર જંગલ જોઈને કુદરતની ચિત્રકારી પર ચોક્કસ જ આશ્ચર્ય થાય છે. અહીંની આ વિરાસતથી મંત્રમુગ્ધ થઈને વર્ષભર અહીં પ્રકૃતિપ્રેમી પર્યટકોની ભીડ રહેતી હોય છે.

મહાલ કેમ્પ નજીક ગિરમાળ ધોધ

'વેસ્ટર્ન ઘાટ' તરીકે ઓળખાતી પશ્ચિમ ભારતની તટિય પર્વતમાળા એટલે કે, સહ્યાદ્રી પર્વતમાળાની શરૂઆત ડાંગના 'પૂર્ણાં વાઈલ્ડલાઈફ સેન્ચુરી' વિસ્તારમાંથી થાય છે. જે છેક દક્ષિણ ભારતના કેરાલા સુધી વિસ્તરેલી છે. સહ્યાદ્રિ પર્વતમાળાની શરૂઆતે જ અહીં કુદરતે પ્રકૃતિ, સંસ્કૃતિ અને પરંપરાગત ભાતીગળ લોકસંસ્કૃતિનો 'ત્રિવેણી સંગમ' રચીને તેની શ્રેષ્ઠતા સાબિત કરી છે. ગુજરાતનો સૌથી ઊંચો અને રૌદ્રરમ્ય અહેસાસ કરાવતો 'ગિરમાળ વોટરફોલ' આ જ વિસ્તારમાં આવેલો છે.

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લાનાં મહાલ ગામે નદીમાં ડૂબવાથી યુવાનનુ મોત

પર્યટકો માટે મહાલ કેમ્પમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ

પર્યટકો માટે અહીં તેમના બજેટને અનુરૂપ સ્યુટ્સ, લોગ હટ્સ, ડાંગી હટ્સ જેવા રૂમની નિવાસ વ્યવસ્થા સાથે, ગુજરાતી અને ડાંગી ભોજન અને ચા નાસ્તા તથા પ્રવાસીઓની માગ અનુસાર કેમ્પ ફાયર, સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમ, નેચર ટ્રેલ, નેચર કેમ્પ, જંગલ ટ્રેકિંગ, બર્ડ વોચિંગ સહિતની એક્ટિવિટી પણ 'ઇકો ટુરિઝમ ડેવલોપમેન્ટ સોસાયટી-સાવરદા કસાડ'ના માધ્યમથી ઉપલબ્ધ કરાવાઇ રહી છે. આ અંગેની તમામ વિગતો ઉક્ત વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જેનો પર્યટકો લાભ લઇ શકે છે. તેમ, ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે પૂરક વિગતો આપતા જણાવ્યુ છે. ચોમાસામા ડાંગનુ સૌંદર્ય જ્યારે ચરમસીમાંએ હોય છે, ત્યારે તેનો આનંદ માણવા માટે થોડી સાવચેતી સાથે લેવાયેલી આપની અહીંની એકવારની મુલાકાત, આપના માટે જીવનભરનું કાયમી સંભારણુ બની જશે, તેમા કોઈ બેમત નથી.

ABOUT THE AUTHOR

...view details