ડાંગ: આ કાર્યક્રમમાં SIRDના તાલીમ ફેકલ્ટી અનિલભાઈ પટેલ દ્વારા નરેગા ગાઈડ લાઇન અંગેની વિગતવાર સમજ આપવામાં આવી હતી. તેમજ જણાવ્યું હતું કે, વધુ શ્રમિકોને રોજગારી આપે એવા જાહેર જળસંરક્ષણના કુલ 19 કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ડાંગમાં રૂરલ સ્પોર્ટ પ્રોગ્રામ સંસ્થાના સ્ટાફનો ઓનલાઈન કોન્ફરન્સ કોલથી તાલીમ કાર્યક્રમ યોજાયો - covid-19 in dang
સમ્રગ દેશમાં લોકડાઉનની ચાલી રહ્યું છે. ત્યારે આ સમયમાં નરેગા અંતગર્ત ગ્રામ્યલોકોને રોજગારી પૂરી પાડવા સરકાર સતત પ્રયત્ન શીલ છે. નરેગા યોજનામાં આ સમયમાં વધુમાં વધુ લોકોને સુરક્ષિત રીતે રોજગારી પૂરી પાડવા અંગે ભારત સરકાર દ્વારા સ્ટાન્ડર ઓપરેટિંગ પ્રોસ્યૂડર બહાર પાડવામાં આવ્યું છે. જેની જાગૃતિ અંગે રાજ્ય ગ્રામ વિકાસ વિભાગ (SIRD) અને આગખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન કોન્ફરન્સ કોલ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તેમજ SHG દ્વારા કરી શકાય તેવા કુલ 5 કામો અને 12 વ્યક્તિગત કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે કામો લોકડાઉનમાં કરી શકાય તેમ છે, તે અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેની સાથે જણાવવામાં આવ્યું હતું કે, આ કામો કરતી વખતે સામાજિક અંતર 6 ફૂટ જાળવવું ખૂબ જ જરૂરી છે. કામની જગ્યાએ પણ સાબુ અથવા સેનિટાઈઝરથી હાથ ધોવા અને ફરજિયાત પણે માસ્ક અને મોંઢાનો ભાગ ઢાંક્વો જરૂરી છે.
આ કાર્યક્રમનું સંકલન ગોવિંદભાઇ દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ ઉમેશભાઈ દેસાઇ અને હસમુખ પટેલ દ્વારા આવતા સમયમાં જળ સંગ્રહના કામો, રિચાર્જની જુદી જુદી પદ્ધતિઓ અંગે અને વુક્ષારોપણ જેવા કામોને અગ્રતા આપવા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઓનલાઈન તાલીમ કાર્યક્રમ માઇક્રો સોફ્ટ ટીમ એપ્લિકેશનમાં કુલ 56 જેટલો આગખાન સંસ્થાનો સ્ટાફ જોડાયો હતો.