ડાંગ: વિશ્વભરમાં પ્રસરેલા નોવેલ COVID-19નો ડાંગ જિલ્લામાં પ્રથમ કેસ પ્રકાશમાં આવતા જ કલેકટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ સરકારની ગાઇડ લાઇન મુજબ સીધા સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને 14 દિવસના ફેસીલીટી ક્વોરેન્ટાઇન હેઠળ મુકવામાં આવ્યા હતા.
ડાંગમાં કવોરેન્ટાઇન હેઠળ રહેલો સ્ટાફ ફરજ પર તૈનાત - ગુજરાતમાં લોકડાઉન
પ્રથમ કોરોના પોઝિટિવ કેસના સીધા સંપર્કમાં આવેલા તમામ સ્ટાફના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા. છતાં પણ તકેદારીના ભાગરૂપે આ તમામને કોવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. ગતરોજ પ્રથમ કોરોના પોઝિટિવ કેસને રજા અપાતા તમામ સ્ટાફ 14 દિવસ બાદ ડયૂટી પર હાજર થઇ ગયો છે.
ડાંગ: COVID -19 હોસ્પિટલ આહવાના કવોરન્ટાઇન સ્ટાફ ફરજ પર તૈનાત.
કોરોના પોઝિટિવ કેસના સીધા કે પરોક્ષ રીતે આવેલા તમામ લોકોના રીપોર્ટ નેગેટીવ આવતા ડાંગ જિલ્લા COVID-19 હોસ્પિટલમાં તમામ સ્ટાફ પોતાની ફરજ પર હાજર થઇ ગયો છે.
આ તકે આઇસોલેશન ઈન્ચાર્જ બ્રધર વિજયભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે કોરોના સામેના જંગમાં અમે ફરી સૌ એક બની લડવા તૈયાર છીએ. સરહદે સૈનિક દેશ માટે લડે છે તે જ રીતે અમે કોરોનાનો હિંમતભેર સામનો કરીશું અને ડાંગને કોરોના મુક્ત બનાવીશું.