ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના મહામારીને નાથવા ડાંગ પોલીસના ઉચ્ચાધિકારીઓ સ્વયં જાહેર માર્ગો પર ઊતર્યા - CORONA DAILY UPDATES

ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ પોલીસ અમલદારો, તેમના જવાનો સાથે આહવાના મુખ્ય માર્ગો ઉપર નીકળીને પ્રજાજનોને સોશિયલ ડિસ્ટનસિંગ, માસ્કની અનિવાર્યતા, અને બિનજરૂરી અવર-જવર જેવી બાબતે જાગૃત કરી રહ્યા છે.

કોરોના મહામારીને નાથવા ડાંગ પોલીસના ઉચ્ચાધિકારીઓ સ્વયં જાહેર માર્ગો પર ઊતર્યા
કોરોના મહામારીને નાથવા ડાંગ પોલીસના ઉચ્ચાધિકારીઓ સ્વયં જાહેર માર્ગો પર ઊતર્યા

By

Published : May 12, 2021, 2:33 PM IST

  • ડાંગ પોલીસનું વ્યાપક જનજાગૃતિ અભિયાન
  • બિનજરૂરી અવરજવર ટાળવા માટે પ્રજાજનોને અપીલ કરતુ પોલીસ તંત્ર
  • પોલીસના ઉચ્ચાધિકારીઓએ સ્વયં જાહેર માર્ગો ઉપર ઉતર્યા

ડાંગ:મુખ્ય વહીવટી મથક આહવા સહિત સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમણને નાથવા માટે પ્રજાજનોમાં સ્વયં શિસ્ત કેળવવા બાબતે વ્યાપક જનજાગૃતિ કેળવી શકાય તે માટે ડાંગ જિલ્લાના પોલીસ તંત્રના ઉચ્ચાધિકારીઓએ સ્વયં જાહેર માર્ગો ઉપર નીકળીને પ્રજાજનોને જાગૃત કર્યા હતા.

આ પણ વાંચો:અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 1,574 નર્સિંગ સ્ટાફ સતત દર્દીઓની સેવામાં તહેનાત

કોરોના સંક્રમણ નાથવા પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન

ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ પોલીસ અમલદારો, તેમના જવાનો સાથે આહવાના મુખ્ય માર્ગો ઉપર નીકળીને પ્રજાજનોને સોશિયલ ડિસ્ટનસિંગ, માસ્કની અનિવાર્યતા અને બિનજરૂરી અવરજવર જેવી બાબતે જાગૃત કરી રહ્યા છે.

આ પણ વાંચો:મહેસાણા જિલ્લા મધ્યસ્થ જેલમાં કોરોનાને લઈ ખાસ તકેદારી રખાઈ

બિનજરૂરી અવરજવર ટાળવા માટે પ્રજાજનોને અપીલ કરી

ઉલ્લેખનીય છે કે, આ પોલીસ કાફલાએ ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાથી દરરોજ સવારે આહવા ખાતે આવતા પ્રજાજનોને કામ વિના બિનજરૂરી રખડપટ્ટી માટે પોતાના ગામથી નહી નીકળવાની ચેતવણી પણ આપી છે. "કોરોના સંક્રમણ"ને નાથવા માટે જરૂરિયાત મુજબ ઘરના કોઈ પણ એક વ્યક્તિએ જ અનિવાર્ય કામ માટે ઘર કે ગામ બહાર નીકળવાની આદત કેળવવી હિતાવહ છે, ત્યારે ડાંગ પોલીસ ફોર્સની આ ડ્રાઈવ બિનજરૂરી ઘર બહાર નીકળતા લોકો માટે અસરકારક સાબિત થશે.

ABOUT THE AUTHOR

...view details