- બીઅસપી પ્રમુખ ને ડિટેન કરતાં પ્રમુખે સુરત રેંજ આઈ.જી ને પત્ર લખ્યો
- આહવા મામલતદારને પત્ર લખી મુખ્યપ્રધાનનાં કાર્યક્રમ અંગે માહિતી માંગી હતી
- માનવ અધિકારના ભંગ થયાનું જણાવી સુરત રેંજ આઈ.જી પાસે ન્યાયની માંગણી કરી ડાંગ પોલીસે બીએસપી પ્રમુખને નજર કેદ કરતા, સુરત રેંજ આઈજીને પત્ર લખ્યો
ડાંગ પોલીસે બીએસપી પ્રમુખને નજર કેદ કરતા, સુરત રેંજ આઈજીને પત્ર લખ્યો - Dang police arrested
ડાંગ જિલ્લાનાં લશ્કરિયા ખાતે રાજય નાં મુખ્યપ્રધાન વિકાસનાં કામોના ખાતમુહૂર્ત માટે પધાર્યા હતાં. મુખ્યપ્રધાન પધારવાના હોઈ ડાંગ પોલીસ દ્વારા ડાંગ બીએસપી પ્રમુખ ને ડિટેન કરવામાં આવ્યાં હતાં.

ડાંગ
ડાંગ : જિલ્લામાં આજરોજ લશ્કરિયા ગામ ખાતે પાણી પુરવઠા અને જુદાં જુદાં વિકાસનાં કામોનાં ખાતમુહૂર્ત માટે મુખ્ય પ્રધાન આવ્યા હતા.ડાંગ પોલીસ દ્વારા ડાંગ જિલ્લાનાં બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ મહેશભાઈ આહિરે ને નજરકેદ કર્યા હતા. બીએસપી પાર્ટી પ્રમુખ ને નજરકેદ કરતાં મહેશભાઈ આહિરે સુરત રેંજ આઈ જી ને ન્યાની માંગણી કરતો પત્ર લખ્યો હતો.