ડાંગઃ ડાંગ જિલ્લાની બિલિઆંબાની શાળાએ ડાંગ અને ગુજરાતનું માન વધારતા રાજ્ય સરકારના વચન પાળ્યા છે. 'ગુજરાતનું માન વધારીશુ' સુત્રને સાચા અર્થમા સાકાર કર્યુ છે. છેક છેવાડે આવેલી બિલિઆંબાની પ્રાથમિક શાળાએ શાળાની શૈક્ષણિક પ્રવૃતિ સાથે સાથે બાહ્ય પ્રવૃતિઓમાં પણ અગ્રેસર રહી 78.78 ટકા સાથે ગુણોત્સવ 2.0 માં એ ગ્રેડ મેળવનારી આ સ્કૂલ છે. અનેક ઈનામ જીતીને વિદ્યાર્થીઓ અને વાલીઓના દિલ જીતી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ સન્માન મેળવ્યું છે.
આ પણ વાંચોઃDang Darbar Fair 2023 : આદિવાસીઓનો ગૌરવનું પ્રતિક મેળાને લઈને ડાંગ દરબાર
સ્પોર્ટ્સ ક્ષેત્રે ડંકોઃસરહદી વિસ્તારમાં સરેરાશ 92 થી 94 ટકા હાજરી સાથે વાંચન-ગણન અને લેખનમાં 94.97 % સાથે પારંગતતા હાંસલ કરી છે. આ શાળાના 99 ટકા બાળકોએ 40 ટકા કરતા વધુ અધ્યયન કર્યું છે. 57 ટકા બાળકોએ 80% કરતા વધુ નિશ્પતિ સિદ્ધ કરી છે. રાજ્ય કક્ષાની ખો ખોની ટીમમાં પ્રતિવર્ષ આ શાળાના ચાર/પાંચ બાળકોએ પસંદગી પામી છે, ગુજરાત બહાર પણ રાજ્યની ટીમનું વિદ્યાર્થીઓ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. અનેક મેડલ ગુજરાતને અપાવ્યા છે. અત્યાર સુધી બિલિઆંબા શાળાના 61 થી વધુ બાળકોએ ગુજરાતની રાજ્ય કક્ષાની ખો-ખો ટીમમાં પસંદગી પામી તેમના કૌશલ્યને પ્રદર્શિત કર્યુ છે.
આવી છે સુવિધાઓઃશાળામાં 13 વર્ગખંડો છે. 1 કોમ્પ્યુટર લેબ, 1 વિજ્ઞાન ખંડ, ભાષા કોર્નર, 1 સામાજિક વિજ્ઞાન ખંડ, 1 ગુગલ કલાસ રૂમ, 2 સ્માર્ટ કલાસ રૂમ, 2 રમતગમતના મેદાનો જેવી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ શાળાના વિદ્યાર્થીઓને પ્રાર્થના, યોગ, ઘડિયા ગાન, રમતગમત, ઇકો કલબની પ્રવૃતિ, કિચન ગાર્ડન, બાગ કામ, રાસ્ટ્રીય અને ધાર્મિક તહેવારોની ઉજવણી, સાંસ્ક્રુતિક કાર્યક્ર્મો, વાલી દિન, પ્રોજેકટ પધ્ધતિ, મુલાકાત પધ્ધતિ, પર્યાવરણ અને સ્વચ્છતા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ સહિત વધારાના વાંચન, લેખન અને ગણનના વર્ગોનો લાભ આપવામાં આવે છે.