ડાંગ: 173 વિધાનસભાનાં ઉમેદવાર મંગળભાઈ ગાવીત સતત બે ટર્મમાં જીત હાંસિલ કરી કૉગ્રેસનાં ધારાસભ્ય બન્યા છે. હાલમાં વર્તમાન ભાજપ સરકાર પોતાનો પક્ષ મજબૂત કરવા માટે કૉંગ્રેસી ધારાસભ્યોને લોભ લાલચ આપી પોતાના તરફ જોડી રહ્યા છે. રવિવારે ડાંગ ધારાસભ્ય મંગળ ગાવીત કોંગ્રેસી ગઢ છોડી ભાજપની કંઠી ધારણ કર્યું હોવાની વહેતી થયેલી વાતથી રાજકીય માહોલ ગરમાયો હતો.
ડાંગના ધારાસભ્ય ફરી વખત ગૂમ થતા કોંગ્રેસમાં હડકંપ - dang updates
ગુજરાત રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપ સરકાર કોંગ્રેસી ધારાસભ્યોને પોતાના પક્ષને સમર્થન આપવા અનેક પેંતરા અજમાવી રહી છે. ગુરુવારે ડાંગ ધારાસભ્ય ગુમ થયાની અફવાઓ બાદ શુક્રવારે કોંગ્રેસી મોવડી મંડળ સામે હાજર રહી પોતે કૉગ્રેસનો વફાદાર સૈનિક હોવાનો રાગ આલાપી રહ્યા હતા. ડાંગ ધારાસભ્ય ફરી વખત ગુમ થઇ જતા પ્રદેશ કૉગ્રેસ સમિતિમાં હડકંપ મચી જવા સાથે રાજકીય માહોલ ગરમાયો છે.
કોંગ્રેસનો ગઢ સમાન ડાંગ ધારાસભ્યએ છેડો ફાડતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો. આઝાદી બાદ માત્ર 2007માં ભાજપે ડાંગનો ગઢ કોંગ્રેસ પાસેથી કબ્જે કર્યો હતો. પરંતુ ભાજપનાં આંતરિક વિખવાદને પગલે જિલ્લા પંચાયત સહીત ધારાસભ્યની ચૂંટણીમાં વિકાસ મોડેલ પણ ફેલ થતા કોંગ્રેસનો ગઢ અકબંધ રહયો હતો. ડાંગ કોંગ્રેસી ધારાસભ્યએ ભાજપની કંઠી ધારણ કરવા કરેલા મક્કમ નિર્ધારથી ભાજપ વર્તમાન નેતાઓમાં ખળભળાટ મચી ગયો છે. જો ખરેખર કોંગ્રેસી ધારાસભ્ય ભાજપનાં વિકાસને સાથ આપે તો ભાજપનાં જૂના જોગીઓનાં પતા કપાવવાની શકયતાઓથી ડાંગ ભાજપમાં પણ સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.
ડાંગના ધારાસભ્યની રાજકીય કારકિર્દીની રૂપરેખા..
- 1988થી 1995 સુધી -સરપંચ ચિંચોડ
- 1995થી 1996- ઉપપ્રમુખ તાલુકા પંચાયત આહવા
- 1996થી 2000- પ્રમુખ તાલુકા પંચાયત આહવા
- 2000થી 2005-ચેરમેન જિલ્લા ન્યાય સમિતી
- 2011થી 2012 તાલુકા પંચાયત આહવા વિરોધ પક્ષનાં નેતા
- 2012થી 2020 સુધી ધારાસભ્ય ડાંગ