ડાંગ: જિલ્લા એલ.સી.બી PSI પી.એચ.મકવાણાનાં માર્ગદર્શન હેઠળ LCB પોલીસ કર્મીઓની ટીમમાં રમેશ સિતર્યા, રણજિત પવાર અને પ્રમોદને મળેલી બાતમીનાં આધારે તેઓ સાપુતારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહયા હતા. તે વેcળાએ શામગહાન કાળાઆંબા ફળીયામાં રહેતા અનિલ બુધ્યા રાઉતનાં રહેણાક મકાનનાં ઓટલા પર કેટલાક ઈસમો તીન પત્તીનો જુગાર પૈસા ઉપર રમી રહ્યાની બાતમી મળી હતી.
શામગહાનમાં જાહેરમાં જુગાર રમતા 9 ઈસમોને ઝડપી પાડતી ડાંગ LCB - Dang LCB arrest 9 people's
ડાંગ જિલ્લા LCB પોલીસની ટીમે શામગહાન ગામ ખાતેથી જાહેરમાં તીન પતી રોન નામનો ગંજી પતાનો પૈસા વડે જુગાર રમતા 9 જેટલા ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
જેનાં આધારે LCB પોલીસની ટીમે રેઇડ કરતા ઘટના સ્થળ પર કુલ 9 જેટલા ઈસમો જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ડાંગ એલ.સી.બી પોલીસની ટીમે જુગાર રમતા ઇસમોમાં (1)આસિફ ચિરાગ શાહ (2)રાજેશ ભોયે (3)કરણ ચૌધરી (4)અજય (5)નંદકિશોર ઉર્ફ નંદુ ઠાકરે (6)હમીદ શાહ (7)સલીમ રહીમ શેખ (8)સલીમ હમીદ ઠાકર (9)અનિલ બુધ્યાની ધરપકડ કરી તેઓ પાસેથી કુલ 12,140 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ઈસમો સામે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.