ડાંગઃ જિલ્લાનાં સુબીર તાલુકામાં સમાવિષ્ટ પીપલાઈદેવી ગામે એક ઇસમે લીલા ગાંજાની ખેતી કરી હોવાની બાતમી ડાંગ પોલીસની ટીમને મળી હતી. જે બાતમીના આધારે ડાંગ જિલ્લા પોલીસ વડા રવીરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક જે.આઈ.વસાવાના માર્ગદર્શન હેઠળ LCB અને SOGના PSI પી.એચ.મકવાણાની પોલીસ ટીમોએ રવિવારના રોજ સુબીરના પીપલાઈદેવી ખાતે ગાંજાની ખેતી કરનાર ઇસમને ત્યા રેડ કરી હતી.
ડાંગ LCB અને SOGએ ગાંજાની ખેતી કરનારા ઇસમની ધરપકડ કરી, 2 લાખનો મુદ્દામાલ જપ્ત - Dang LCB and SOG arrested the accused who was cultivating marijuana
ડાંગ જિલ્લાનાં LCB અને SOGની સંયુક્ત પોલીસ ટીમોએ સુબીર તાલુકાનાં પીપલાઈદેવી ગામેથી ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી કરતો ઇસમની ધરપકડ કરી કુલ 1,99,830નો ગાંજાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડાંગ LCB અને SOGની સંયુક્ત પોલીસ ટીમે ગાંજાની ખેતી કરનાર ઇસમની ધરપકડ કરી
ડાંગ પોલીસની ટીમે છગનભાઈ દારકુભાઈ ચૌધરીના ઘરના વાડામા સઘન તપાસ હાથ ધરતા વાડામાંથી ગાંજાનાં લીલા છોડ નંગ.18 મળી આવ્યા હતા. હાલમાં ડાંગ LCB પી.એસ.આઈ.પી.એચ.મકવાણાની પોલીસ ટીમે પીપલાઈદેવી ગામથી આ ઈસમના વાડામાંથી ગેરકાયદેસર રીતે રોપેલ ગાંજાનાં છોડ નંગ-18 જેનું વજન 33.305 કિલો ગ્રામ જેની કિંમત 1,99,830નો મુદ્દામાલ કબ્જે કરી આ ઇસમ ઉપર નાર્કોટીક્સ ડ્રગ અધિનિયમ હેઠળ સેક્શન હેઠળનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.