પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર દેશમાં હાલ શિયાળાની ઋતુમાં ભારે ઠંડીની અસર વર્તાઈ રહી છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત અન્ય પંથકોમાં શુક્રવારે વહેલી સવારે ઠંડીની વ્યાપક અસર વર્તાતા સ્થાનિક લોકો તાપણાંઓ સળગાવીને ગરમીનો અહેસાસ કર્યો હતો.
ગિરિમથક સાપુતારા સહિત ડાંગમાં ઠંડીનો ચમકારો વધ્યો - dang winter
ડાંગઃ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિતના વિસ્તારોમાં હાલમાં ગુલાબી ઠંડીનો પગરવ વધતા જનજીવન તાપણાંઓ સળગાવી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. આજે સમગ્ર ડાંગ જિલ્લામાં ગાઢ ધૂમમ્સ છવાયેલ જોવા મળ્યું હતું.
![ગિરિમથક સાપુતારા સહિત ડાંગમાં ઠંડીનો ચમકારો વધ્યો saputara-hill station grew cold wave](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5585822-659-5585822-1578066105403.jpg)
dang
ગિરિમથક સાપુતારા સહિત ડાંગમાં ઠંડીનો ચમકારો વધ્યો
ગિરિમથક સાપુતારા સહિત ઘાટમાર્ગમાં વહેલી સવારથી બપોર સુધી ગાઢ ધૂમમ્સમય વાતાવરણની સફેદ ચાદર છવાઈ રહેતા વાહનચાલકોને સિગનલ લાઈટો ચાલું કરી વાહનો હંકારવાની નોબત આવી હતી. જ્યારે સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલ શામગહાન, બરડપાની, બરમ્યાવડ, માનમોડી, માળુગા, કાંચનપાડા વગેરે વિસ્તારોમાં ભારે ધૂમમ્સમય વાતાવરણ બની ગયું હતું.
શિયાળાની આ ઠંડીમાં ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં આજે ગાઢ ધૂમમ્સમય વાતાવરણમાં અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધૂમમ્સ છવાઈ છતા લોકોએ તાપણાંઓ સળગાવીને ઠંડીથી રાહત મેળવી હતી.