સદર કામે ભોગ બનનારનો પુરાવો,માતા-પિતાનો પુરાવો તેમજ મેડીકલ એવીડેન્સ અને ફોરેન્સીક લેબોરેટરીના પુરાવાઓ એકબીજાને સુસંગત હોઇ આરોપી સામે ફરિયાદ પક્ષ નિઃશંકપણે પુરવાર કરી શકે છે. આરોપી ધણાં લાંબા સમયથી ભોગ બનનારના ધરે આવ-જા કરતો હોઇ પરિચિત હતો અને તેણે જન્માષ્ટમીના દિવસે ગેરલાભ લઇ ભોગ બનનાર સાથે ભોગ બનનારના ધરમાં જ તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કરેલ હોઇ જે સમાજમાં ખૂબ જ ઘૃણાસ્પદ ગણાય.
પોકસો એક્ટ હેઠળ દુષ્કર્મીને ૭ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી આહવા કોર્ટ - મેડીકલ એવીડેન્સ
ડાંગઃ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી નામદાર આહવા કોર્ટ દ્વારા આર્થિક,સમાજીક અને કૌટુંબિક પરિસ્થિતિને ધ્યાને લઇ પોકસો એકટ હેઠળના આરોપી પ્રદીપભાઈ ઉત્તમભાઈ સોનવણે (પાટીલ) રહે.દહીવેલ-મેઈન રોડ,તા.સાક્રી,જિ.ધુલીયા (મહારાષ્ટ્ર) ને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૨૩૫(ર) અન્વયે તેમની સામે ઈ.પી.કો.કલમ-૩૭૬ તથા પોકસો એક્ટની કલમ-૪ ના ગુન્હામાં ૭ (સાત) વર્ષની સખત કેદની સજા તેમજ રૂ.૫૦,૦૦૦/- (અંકે રૂપિયા પચાસ હજાર પુરા)નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા સંભળાવવામાં આવેલ છે. તેમજ દંડની રકમ ભોગ બનનારને વળતર તરીકે ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
પોકસો એક્ટ હેઠળ દુષ્કર્મીને ૭ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી આહવા કોર્ટ
ઉપરોક્ત તમામ પુરાવાઓ તહોમતદારની સંડોવણી પૂરવાર કરતી હોઇ નામદાર કોર્ટ આઈ.પી.સી.કલમ ૩૭૬ તથા પોકસો એક્ટ હેઠળની કલમ ૩ (એ) મુજબ ગુનો પુરવાર થતો હોઇ ૩૭૬ તથા પોક્સો એક્ટ ૩ એ હેઠળ એડી.સેસન્સ જજ શ્રી વી.પી.અગ્રવાલે ૭ વર્ષની કેદ અને રૂ.૫૦,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે. સરકારી વકીલ શ્રી ટી.સી.સુળેએ ધારદાર રજૂઆત કરી હતી.