ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા સિકલસેલ દર્દી ફોલોઅપ કેમ્પ યોજાયો - સિકલસેલ એનિમિયા નાબુદી અભિયાન

ડાંગ જિલ્લાના આહવામાં ડાંગ દરબાર હોલ ખાતે, સિકલસેલ એનિમિયા નાબુદી અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત આરોગ્ય શાખા સંચાલિત સિકલસેલ દર્દી ફોલોઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ડાંગ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા સિકલસેલ દર્દી ફોલોઅપ કેમ્પ યોજાયો
ડાંગ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા સિકલસેલ દર્દી ફોલોઅપ કેમ્પ યોજાયો

By

Published : Jan 24, 2020, 6:40 AM IST

ડાંગઃ વિશ્વમાં કેન્શર તેમજ એઇડ્સ જેવા અસાધ્ય રોગો છે. તેવોજ બીજો સિકલસેલ એનિમિયા નામનો અસાધ્ય રોગ છે. આ રોગ મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં વધારે જોવા મળે છે. ડાંગ જિલ્લામાં જ્યાં 98 ટકા લોકોની વસ્તી આદિવાસીઓની હોય ત્યાં આ રોગ વિશેની માહિતી અને જાણકારી આપવી ખુબજ જરૂરી છે.

ડાંગ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા સિકલસેલ દર્દી ફોલોઅપ કેમ્પ યોજાયો

ડાંગ જિલ્લામાં સિકલસેલ ડિસિસનાં કુલ 461 દર્દીઓ હયાતીમાં છે, જયારે સિકલસેલના વાહક દર્દીઓની સંખ્યા 1560 જેટલી છે. આ દર્દીઓ માટે યોગ્ય સારવાર મળી રહે અને તેઓ જાગૃતબને તે હેતુથી ડાંગ જિલ્લાના દરેક તાલુકાઓમાં સિકલસેલ દર્દી ફોલોઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગતરોજ વઘઇમાં કેમ્પ યોજાયો હતો, જ્યારે આહવામાં આજે અને સુબિર તાલુકામાં આવતીકાલે સી.એચ.સી.સેન્ટર ખાતે કેમ્પ યોજાનાર છે. આ કેમ્પમાં જુદાં જુદાં ગામના સિકલસેલ દર્દીઓએ ભાગ લીધો હતો. તેઓને સિકલસેલ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. નિષ્ણાત ડોકટરો મારફત તેમજ લેબોરેટરી ટેક્નિશિયન અને રેડક્રોશ સોસાયટી મારફત બ્લડ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જે દર્દીઓને તકલીફ હોય તેઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી.

ડાંગ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા સિકલસેલ દર્દી ફોલોઅપ કેમ્પ યોજાયો
સિકલસેલ નિદાન પ્રક્રિયા અંગે વાત કરતા ડાંગ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી શ્રી.ડી.સી.ગામીતે જણાવ્યું હતું કે સિકલસેલ થ્રેટ દર્દીઓનું કાઉન્સિલીગ કરવામાં આવે છે. જ્યારે અન્ય સિકલસેલ દર્દીઓને ઠંડી કે ગરમીમાં વધારે મહેનત કરવી નહીં, નિયમિત જીવન જીવવું. સિકલસેલ ધરાવતા દર્દીઓને ફોલિક એસીડની ગોળીઓ આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details