ડાંગમાં 10 કોઝવે પાણીમાં ગરક, 15 ગામ સંપર્ક વિહોણા બન્યા - ડાંગ
ડાંગઃ જિલ્લાના આહવા, સાપુતારા, વઘઈ અને સુબીર પંથકના ગામડાઓમાં સતત પાંચમા દિવસે પણ ધોધમાર વરસાદ વરસતાં ડાંગની ચારેય લોકમાતાઓ ગાંડીતૂર બની વહેતી થઈ હતી. જેના કારણે ડાંગના અલગ અલગ વિસ્તારમાં 10 જેટલા કોઝવે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા અને 15થી પણ વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા.
ડાંગમાં ૧૦ કોઝવે પાણીમાં ગરક, ૧૫ ગામો સંપર્ક વિહોણા બન્યા, જૂઓ વિડિયો
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, આહવા,બોરખલ, વઘઇ, પીપરી, સકરપાતળ, સુબીર, ચીંચલી,ગારખડી,સિંગાણા, ભેશ્કાતરી,મહાલ, પીપલાઈદેવી, લવચાલી, સહિતના પથકોમાં સતત પાંચમા દિવસે ધોધમાર સ્વરૂપનો વરસાદ ખાબકયો હતો. ડાંગ પંથકમાં ધોધમાર વરસાદને પગલે લોકમાતાઓમાં અંબિકા, ગીરા, ખાપરી, અને પૂર્ણા સતત પાંચમા દિવસે અવિરત પાણીના જથ્થા સાથે બન્ને કાંઠે વહેતી થઈ હતી. ડાંગની અંબિકા તથા ગીરા નદીઓમાં સતત વરસાદને કારણે વઘઇ નજીકનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો.