ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં કોરોનાં વાયરસ ફેલાય નહીં તે માટે શિક્ષણ વિભાગ સજ્જ - હાયર સેકન્ડરી

ગુજરાત રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા રવિવારના રોજ જાહેરનામું બહાર પાડ્યા બાદ સોમવારના રોજ ડાંગ જિલ્લામાં પણ સમગ્ર શૈક્ષણિક સંસ્થાઓ બંધ જોવા મળી હતી. જાહેરનામા મુજબ હાયર સેકન્ડરી અને સેકન્ડરી બોર્ડની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ હતી.

ડાંગમાં કોરોનાં વાયરસ ના ફેલાય તે માટે શિક્ષણ વિભાગ સજ્જ
ડાંગમાં કોરોનાં વાયરસ ના ફેલાય તે માટે શિક્ષણ વિભાગ સજ્જ

By

Published : Mar 16, 2020, 7:54 PM IST

ડાંગઃ દેશ અને વિશ્વમાં નોવેલ કોરોનાં વાયસર ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડીને ગુજરાતની તમામ શાળા, કોલેજ બંધ રાખવાનું એલાન કર્યું છે. આ અંગે ડાંગ જિલ્લાના શિક્ષણ અધિકારી એમ.સી. ભૂસારાએ જણાવ્યું કે આહવા ડાંગની 382 પ્રાથમિક શાળાઓ, 66 માધ્યમિક શાળાઓ, 26થી વધારે ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવી છે. ડાંગના તમામ છાત્રાલયોમાં બાળકોને રજા આપવામાં આવી છે. જાહેરનામાં મુજબ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલું રહેશે તેમજ શિક્ષકો કામકાજના સ્થળે હાજર રહેશે. પરિક્ષાનાં સ્થળ પર મેડિકલની ટીમ હાજર છે. જો બાળકોને શરદી, ઉધરસ, તાવ વગેરે થાય તો તેમની કાળજી લેવામાં આવશે. કોરોનાં વાયરસને ધ્યાનમાં રાખીને બાળકોને હાથ હેન્ડવોશ અથવા સાબુથી વારંવાર ધોવા અને સ્વચ્છતા જાળવવા માટેની સુચના અપાઇ છે. કોરોનાં વાયરસ શાળા કક્ષાએ ના ફેલાય તે માટે તંત્ર દ્વારા પૂરેપૂરી કાળજી લેવામાં આવી રહી છે.

ડાંગમાં કોરોનાં વાયરસ ના ફેલાય તે માટે શિક્ષણ વિભાગ સજ્જ

ગુજરાત આરોગ્ય વિભાગના જાહેરનામા બાદ સોમવારના રોજ ડાંગ જિલ્લાની તમામ શેક્ષણિક સંસ્થાઓ બંધ જોવા મળી હતી. આહવા કોલેજનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વઘઇ બોટાનીકલ ગાર્ડનને પણ 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવેલ છે.

ABOUT THE AUTHOR

...view details