ડાંગમાં સાર્વત્રિક રીતના દરેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે નદી તળાવ છલકાયા છે. ઠેરઠેર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ ખેડૂતો રોપણીના કામમાં જોતરાઈ ગયા છે. સારા વરસાદ આવવાની સાથે જ રોપણીનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ખેડૂતોમાં સારા પાક આવવાની સંભાવના સેવાઈ રહી છે.
ડાંગ જિલ્લામાં ખેડૂતો રોપણીમાં જોતરાયા, આ વર્ષે સારા પાકની આશા - વરસાદ
ડાંગઃ જિલ્લામાં ગત રાત્રીથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આહવા અને વઘઇ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદ આવતાની સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતો રોપણીના કામમાં જોતરાઈ ગયા છે. સારા વરસાદને કારણે ખેડૂતોમાં સારા પાકની આશા સેવાઈ રહી છે.
![ડાંગ જિલ્લામાં ખેડૂતો રોપણીમાં જોતરાયા, આ વર્ષે સારા પાકની આશા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3964294-thumbnail-3x2-dang.jpg)
ડાંગ જિલ્લામાં વરસાદી પાણી પર જ ખેતી નિર્ભર છે. ડાંગર, મકાઈ, નાગલી જેવા મુખ્ય પાકોનું ઉત્પાદન સારા ચોમાસા પર જ નિર્ભર છે. અઠવાડિયા પહેલા રોપણી થઈ શકે તેવો વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ શુક્રવારથી ધોધમાર વરસાદ ચાલું થતાની સાથે જ ખેડૂતો રોપણીના કામમાં જોતરાઈ ગયા હતા.
આ વર્ષ વરસાદ લંબાવાના કારણે ખેડૂતોમાં ઘેરી ચિંતા પર્વત્રી રહી હતી, પણ હાલમાં સતત બે દિવસથી વરસાદ ચાલુ રહેતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ખેડૂતો સાથે વાત કરતા જાણવા મળ્યું કે, જો આ રીતે સારો વરસાદ ચાલું રહેશે તો પાક પણ સારો આવવાની સંભાવના છે. જો સારો વરસાદ નહિ પડે તો પાક નિષ્ફળ જવાની પણ સંભાવના રહેલી છે.