ડાંગ: બ્રિટિશ હકૂમત સામે અપરાજિત રહેલા ડાંગ જિલ્લાના પાંચ ભીલ રાજવીઓને હોળીના ત્રણ દિવસ પહેલા ભારાતો ડાંગ દરબારમાં દર વર્ષે રાજ્યપાલના હસ્તે સ્મૃતિચિહ્ન અને પોલીટીકલ પેન્શન આપી સન્માનવામાં આવે છે. 5મી માર્ચથી 8મી માર્ચ 2020 સુધી યોજાયેલી ડાંગ દરબારના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યપાલના બદલે અયોગ્ય પ્રધાનના હસ્તે સન્માનવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના સેવાસદન ખાતે થી પાંચ રાજવીઓને રંગબેરંગી ફૂલોથી શણગારેલા બગીઓમાં બેસાડી વિવિધ રાજ્યોમાંથી આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ સાથે આવવા નગરમાં ફેરવવામાં આવી હતી. પાંચ રાજવીઓની શાહી સવારી જોવા સ્થાનિકો સહીત પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. ઉપસ્થિત મહાનુભાવોને સ્મૃતિ ભેટ આપી આવકારવામાં આવ્યા હતા.
આરોગ્યપ્રધાન કુમારભાઈ કાનાણી દ્વારા રાજવીઓને પોલિટિકલ પેન્શન સાથે ભેટ સોગાદો આપવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય મંગળભાઇ ગાવિત મહેમાનો ને આવકારી ડાંગી રાજવીઓનો ઇતિહાસમાં શોર્યની ગાથા વર્ણવી આદિવાસીઓની શૂરવીરતાના દર્શન કરાવ્યા હતા. તેઓએ આદિવાસીઓનાં પ્રિય તહેવાર હોળી નિમિત્તે ભરાતો ડાંગ દરબાર બાદ પાંચ દિવસ આદિવાસી પ્રજા ખાવા, પીવા, અને આનંદ માનનારી હોય હોળીના પાંચ દિવસ દરમિયાન તંત્ર અને આદિવાસીઓને કનડગત ન કરવા અનુરોધ કર્યો હતો. ડાંગની આદિવાસી પરંપરા ખાવું, પીવું અને નાચવું હોવાનું તેની જાળવણી કરવા પર ભાર મૂક્યો હતો.