ડાંગ: અરબ સાગરમાંથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ડાંગ જિલ્લામાંથી ફંટાઈને નીકળી જતા જનજીવને રાહત અનુભવી હતી.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, વઘઇ, આહવા, સુબીર, પીપલાઈદેવી, લવચાલી, ચીંચલી, ભેંસકાતરી, કાલીબેલ સહિત સરહદીય વિસ્તારનાં પંથકોમાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસતા અહીની તપ્તભૂમિ તરીતૃપ્ત બની ગઈ છે.
ડાંગ: સતત ચોથા દિવસે ઝરમર વરસાદ, સર્વત્ર જળબંબાકાર - dang news
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિતનાં ગામડાઓમાં સતત ચોથા દિવસે પણ મધ્યમ સ્વરૂપે વરસાદ પડતા સર્વત્રે પાણીનાં નીર રેલાવાની સાથે ચોમાસાની ઋતુનો વિધિવત રીતે પ્રારંભ થયો હતો.
જેમાં બુધવારે રાત્રીનાં અરસામાં તોફાની વાવાઝોડુ ફૂંકાતા નુકસાન થયુ હતુ. તેવામાં ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત પંથકોનાં ગામડાઓમાં શુક્રવારે સાંજે મધ્યમ વરસાદ તૂટી પડતા સર્વત્રે પાણીનાં નીર રેલાવાની સાથે ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ચોથા દિવસે વરસાદ પડતા આદિવાસી ખેડૂતોમાં પાકોનાં બિયારણની ખરીદી માટે એગ્રો સેન્ટર પર ઘસારો નોંધાયો હતો. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીતનાં ગામડાઓમાં ચોથા દિવસે દિવસ દરમ્યાન થોડા સમય માટે વરસાદ તો થોડા સમય માટે હળવો તડકો તો થોડાક સમય માટે ઠંડકતાનો અનુભવ થતા ત્રીભાસી ઋતુચક્રનો અનુભવ થયો હતો.