Dang Rain: સતત પાંચમા દિવસે વરસાદથી નદીઓ બે કાંઠે, લોકોને ટેસડો પડી ગયો ડાંગ:ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી પડતા સર્વત્ર પાણી પાણી થવા સાથે અલ્હાદક માહોલ સર્જાયો હતો. વરસાદ બાદ ગીરી કંદરા સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ નો આનંદ બેવડાયો હતો. વાતાવરણમાં આવેલા એકાએક બદલાવ બાદ ધોધમાર વરસાદ વરસી પડતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા. જ્યારે કેટલીક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થતાં પ્રવાસીઓ હાલાકી વેઠવાની નોબત ઊભી થવા પામી હતી.
ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:સુબીર તાલુકામાં અનેક ગામડાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવા પામ્યો હતો. જ્યારે અંબિકા, પૂર્ણા અને ખાપરી નદી પણ બંને કાંઠે વહેતી થઈ હતી. ઘણા માર્ગ અવરોધાયો હોવા ના કારણે સાત જેટલા ગામો ના કોઝવે પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ અટકી જવા પામ્યો હતો. જ્યારે સાપુતારા પંથકમાં સતત પાંચ દિવસથી વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણ ઠંડુ બન્યું છે. સમયાંતરે ધુમ્મસની ચાદર ફરી વળતા સહેલગાહે આવેલા પ્રવાસીઓને આનંદ બેવડાયો હતો.
વરસાદ નોંધાયો:જિલ્લા ફ્લડ કંટ્રોલ ક્ક્ષ તરફથી મળેલી વિગતો અનુસાર આ દર કલાક દરમિયાન આહવા ખાતે 63 મી.મી. (કુલ 351 મી.મી.), વઘઇ ખાતે 52 મી.મી. (કુલ 319 મી.મી.) અને સુબીર ખાતે 57 મી.મી. (કુલ 306 મી.મી.) વરસાદ થતાં જિલ્લામાં સરેરાશ 57.33 મી.મી. (કુલ 325.33 મી.મી.) વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે .તેનો આનંદ બેવડા પામ્યો છે.
તાત્કાલિક હટાવી: ડાંગમાં વરસી રહેલા એકધારા વરસાદના પગલે ખાતળ ફાટક થી ઘોડી રોડ ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયો છે. જ્યારે વઘઈ સર્કલ પાસે વૃક્ષ ધરાશાયી થતાં તેને માર્ગ મકાન વિભાગના લાશ્કરોએ તાત્કાલિક હટાવી, વાહન વ્યવહાર માટે આ માર્ગને ખુલ્લો કર્યો છે. સ્ટેટ હાઇવે નં.14 આહવા-ચિંચલી-બાબુલ ઘાટ રોડ ઉપર ઘાટ માર્ગ માં પત્થરો ધસી પડતાં તેને પણ તાત્કાલિક હટાવી આ માર્ગ પણ યાતાયાત માટે ખુલ્લો કરાયો છે.
- Junagadh Weather: Junagadh Rain: જૂનાગઢ ગ્રામ્ય પંથક જળબંબાકાર, ચોતરફ પાણી વચ્ચે પ્રજા
- Junagadh Rain : વરસાદ બાદ ઘેડ પંથકની મુશ્કેલી થઈ શરૂ, ઓઝત નદીનો પાળો તૂટતાં પાણી ફરી વળ્યું ગામમાં