- ડાંગ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બજેટ રજૂ કરાયું
- જિલ્લા પ્રમુખ કોરોનાં ગ્રસ્ત બનતાં ઉપપ્રમુખે બજેટ રજૂ કર્યું
- સરકારી સદરે મુખ્યત્વે જોગવાઈઓ કરવામા આવી હતી
ડાંગઃઅંદાજપત્ર તૈયાર કરવામાં જિલ્લા પંચાયતના સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા સહિત પદાધિકારીઓ અને શાખાધિકારીઓ સાથે સંકલન કરી આ અંદાજપત્રને આખરી કરાયું છે. જે મુજબ સને 2020-21ના સુધારેલા અંદાજો છે, તથા સને 2021-22ના અંદાજોમા જિલ્લા પંચાયતના સ્વભંડોળ તેમજ સરકારી સદરે મુખ્યત્વે જોગવાઈઓ કરવામા આવી હતી.
આ પણ વાંચોઃપોરબંદર જિલ્લા પંચાયતનું 18.77 લાખની પૂરાંતવાળું બજેટ રજૂ: વિકાસના નવા કામોનો કોઈ ઉલ્લેખ નહી
જિલ્લા પંચાયતના અધિકારીઓ દ્વારા બજેટ તૈયાર કરવામાં આવ્યું
ડાંગ જિલ્લા પંચાયતને મહેસુલી આવક મળતી નથી. કરવેરા કે ખનીજ ઉત્પાદન અંગે પણ કોઈ લાભ મળતો નથી. વન ઉપજની 10 ટકા આવક ઉપર આધાર રાખવો પડે છે. જિલ્લા પંચાયત પાસે આવકના સ્ત્રોત નહિવત છે. ડાંગ જિલ્લાના નવરચિત તાલુકાઓ સાથે કુલ ત્રણ તાલુકા અસ્તિત્વમા છે. આમ સ્વભંડોળ ક્ષેત્રે વહીવટી વિકાસના ખર્ચમા પણ વધારો થયો છે. જે બાબતો ધ્યાને લઈ પોતાની આવકના સાધનો વધે તે બાબત વિચાર માંગી લે છે. જિલ્લાનું સર્વલક્ષી વિકાસશીલ અંદાજપત્ર સરકારના ફંડ સિવાયની આવકો સિવાય તૈયાર કરવું ખુબ જ મુશ્કેલ ભર્યુ કામ છે. આમ છતાં જિલ્લાના વિકાસ માટે મર્યાદિત આવકને ધ્યાને લઈ આ અંદાજપત્ર તૈયાર કર્યું હતું.
આ પણ વાંચોઃજામનગર જિલ્લા પચાયતનું રૂપિયા 208.97 કરોડનું બજેટ, ચેકડેમ રિપેરીંગના કામોને પ્રાધાન્ય
સરકાર દ્વારા જિલ્લામાં રોજગારી પેદા કરવાનાં પ્રયાસ
જિલ્લા વિકાસના કામો માટે રાજય સરકાર દ્વારા આયોજન મંડળ, આદિજાતિ પેટા વિસ્તાર યોજના, પછાત વિસ્તાર અનુદાન ફંડ તેમજ અન્ય ખાતાઓ તરફથી આ યોજનાઓના લાભ મળવાથી સરકારી યોજના હેઠળ ખુટતી કડીના કામો પેટે અનુદાન ઉપલબ્ધ થાય છે. તેમજ મનરેગા યોજના હેઠળ રોજગારી સહ માળખાકીય સુવિધા ઉભી કરવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. આમ, આવકના સિમિત સ્ત્રોત હોવા છતા જિલ્લાનો સર્વાગી વિકાસ સાધવાનો પ્રયત્ન કર્યો છે, તૈયાર કરેલા આ આયોજનને સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને ચરિતાર્થ કરી અંદાજપત્રને રજુ કરાયુ હતું. જેને આજે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે.