ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, નદીઓમાં નવા નીર આવ્યા - gujarat

ડાંગઃ દક્ષિણ ગુજરાતમાં સારું એવું ચોમાસું ચાલી રહ્યું છે. ત્યારે સુરત, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવતાં ધરતીપુત્રોમાં ખુશહાલી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે દિવસભર ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. સવારના પહોરમાં જ ધોધમાર વરસાદે દસ્તક દેતાં સાપુતારા સહિતના ગ્રામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો.

dang

By

Published : Jun 30, 2019, 6:14 AM IST

ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે સવારેથી જ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો હતો. થોડીવાર જ વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં જિલ્લામાં સાર્વત્રિક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી જવા પામ્યો હતો. ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર નદી તળાવો પાણીથી છલકાઇ ગયા હતા. નદીઓમાં નવા નીર આવતાંની સાથે જ ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ધોધમાર વરસાદમાં પણ ધરતીપુત્રો ખેતી કરતાં નજરે ચડ્યા હતા.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, નદીઓમાં નવા નીર આવ્યા.

ડાંગ જિલ્લામાં ગત બે - ત્રણ દિવસથી ધોધમાર વરસાદને પગલે વાતાવરણ આહલાદક બની ગયું છે. આ સાથે જ જિલ્લાનું મુખ્ય મથક આહવા અને સાપુતારાની ચારે તરફ સૌંદર્ય પ્રસરી ગઈ હતી. સાપુતારામાં ધુમ્મસમય વાતાવરણ છવાઈ જતાં દિવસે પણ વાહનોની લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. મળતી માહિતી મુજબ વરસાદને લીધે ધુમ્મસમય વાતાવરણમાં માલેગાંવ- સાપુતારા ઘાટમાર્ગમાં બે થી ત્રણ ટ્રક પલટી જવાની વિગતો સાપડી છે.

સવારથી જ ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં 181 મીમી વરસાદ નોંધાયો હતો. જે જિલ્લામાં સૌથી વધુ વરસાદ હતો. આહવા તાલુકામાં 60 મિમી, સુબીર તાલુકામાં 82 મીમી જ્યારે ગિરિમથક સાપુતારામાં 66 મીમી વરસાદ નોંધાયો હતો. દિવસભર વરસાદને પગલે સાપુતારાના વાતાવરણમાં ધુમ્મસ છવાઈ ગઈ હતી. આ ધુમ્મસમય વાતાવરણમાં પણ પ્રવાસીઓ વરસાદી આનંદ લેતા નજરે ચડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details