ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ત્રી દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે શાળા કોલેજના બાળકો ગરબા રમવાનો આનંદ લેતાં નજરે ચડ્યાં હતા. આ કાર્યક્રમમાં બાળકો માટે અલગ અલગ કેટેગરીના પ્રોત્સાહિત ઇનામો પણ રાખવામાં આવ્યા હતા.
ડાંગ જિલ્લા શિક્ષણઅધિકારી કચેરીએ વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન કર્યુ - dangletestnews
ડાંગ: જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આહવા ખાતે ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂવર્ક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ થકી બાળકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
etv bharat dang
વેશભૂષા, બેસ્ટ ડાન્સર અને બેસ્ટ એક્શન કરનારને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સંદર્ભે મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતીના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટે અપીલ કરાઈ છે.