ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો.ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઈ - કલેકટર એન.કે.ડામોરે

ડાંગઃ ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો.ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટિ (દિશા)ની બેઠક સાંસદ  ડૉ.કે.સી.પટેલના અધ્યક્ષ સ્થાને  યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય મંગળભાઈ ગાવિત,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરી,  જિલ્લા કલેકટર એન.કે.ડામોર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાની  હાજર રહ્યાં હતાં.

ડાંગ

By

Published : Sep 18, 2019, 6:55 AM IST

આ બેઠકમાં સંસદ સભ્ય ર્ડા.કે.સી.પટેલે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત ચેકડેમોની કામગીરી અંગે સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "ડાંગમાં કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કઈ નદી ઉપર ચેકડેમોનું નિર્માણ થશે તે માટે સબંધિત અધિકારીઓ સાથે સંકલનથી કામ કરવામાં આવે તો ડાંગમાં પાણી ટકાવી શકાશે. ડાંગમાં BSNLના કુલ 22 ટાવર મંજૂર કરાયા છે. તે પૈકી હાલ 8 કાર્યરત કરાયા છે. બાકી રહેલાં ટાવરની કામગીરી અંગે દુરસંચાર વિભાગના ઈજનેર સરોજકુમારને ઝડપથી કામ કરવા તાકીદ કરી હતી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આંગણવાડીના બહેનોને ગેસ કનેકશન આપવામાં અંગે સુચારૂ વ્યવસ્થા હાથ ધરવા મામલતદારને અનુરોધ કર્યો હતો."

કલેકટર એન.કે.ડામોરે સમાજ સુરક્ષાની ઈન્દિરા ગાંધી રાષ્ટ્રિય વિકલાંગ પેન્શન યોજના,વૃધ્ધ પેન્શન યોજના તેમજ રાષ્ટ્રિય કુટુંબ યોજનામાં કોઇ લાભાર્થી રહી ન જાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. તેમજ યોજનાકીય કામો દરમિયાન સરકારની ગાઈડલાઈન મુજબ નક્કર કામગીરી કરી ગુણવત્તાસભર કામ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આમ, આ બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, વિજળી, આંગવાડી, મધ્યાહન ભોજન,પ્રધાનમંત્રી આવાસ, મનરેગા,પ્રધાનમંત્રી વિકાસ કૌશલ્ય યોજના,મિશન મંગલમ યોજના અંતર્ગત સમીક્ષા હાથ ધરાઇ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હરેશ બચ્છાવ, વધઇ તાલુકા પંચાયત પ્રમુખ સંકેતભાઈ બંગાળ, નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.કવા, નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, પ્રાંત અધિકારી કાજલ ગામીત, સામાજિક કાર્યકર ગાંડાભાઈ પટેલ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details