દિવાળી તહેવાર નિમિત્તે કાયદો અને લોક સુરક્ષાને ઘ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર એન.કે.ડામોર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સુપ્રીમ કૉર્ટ દ્વારા કરાયેલા આદેશ મૂજબ 4 મીટરના વિસ્ફોટ અંતરથી 125 ડેસીબલ યુનીટ અવાજ કરનારા ફટાકડાના વેચાણ કે વપરાશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઉપરાંત હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલય, સિનેમાગૃહ, ઔદ્યોગિક વિસ્તાર, પેટ્રોલ પંપ, ગેસ પંપ, જાહેર વિસ્તાર તથા ધાર્મિક સ્થળ આસપાસના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ડાંગ જિલ્લા કલેક્ટરે દિવાળી માટે જાહેરનામું બહાર પાડયું - જિલ્લા કલેક્ટર
ડાંગ: દિવાળીને ધ્યાનામાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં, નિશ્ચિત કરેલા વિસ્તારમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ઉપરાંત નિર્ધારીત સમય દરમિયાન ફટાકડા ફોડવા અંગે સૂચન કરવામાં આવ્યું છે.
જાહેરનામાની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, દિવાળીના દિવસે રાતે 8થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. જેમાં હવાનું પ્રદુષણ, ધ્વની પ્રદુષણ તથા ઘન કચરાની સમસ્યા થતી હોઇ તેવા ફટાકડા રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં. ઉપરાંત વિદેશી ફટાકડા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. કોઇપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/આતશબાજ બલૂન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં તેમજ કોઇ પણ સ્થળે ઉડાડી શકાશે નહીં.
આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ દંડ તથા સજા થઈ શકે છે.