ડાંગ: પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ BTS પાર્ટી દ્વારા બુધવારે કલેક્ટર કચેરી આહવા ખાતે મામલતદાર અને કલેક્ટરને અનુસૂચિ 5 લાગુ કરવા તેમજ આદિવાસીઓનાં પ્રશ્નોનું નિરાકરણ બાબતે આવેદનપત્ર આપ્યુ હતું. દેશમાં આદિવાસી સમુદાયની વસ્તી લગભગ 12 કરોડની અને 10 રાજ્યમાં અનુસૂચિ 5નું પ્રાવધાન છે. જ્યારે 7 રાજ્યોમાં અનુસૂચિ 6નું પ્રાવધાન છે. અનુસૂચિ 6ની અમલવારી દરેક રાજ્યોમાં વ્યવસ્થિત જોવા મળે છે. પરંતુ અનુસૂચિ 5ની અમલવારી હજી સુધી મોટા ભાગના રાજ્યોમાં કરવામાં આવી નથી.
ડાંગ જિલ્લા BTS દ્વારા અનુસૂચિ 5 લાગુ કરવા કલેક્ટર સહિત મામલતદારને આવેદનપત્ર આપ્યું - Dang
ડાંગ જિલ્લાના ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા બુધવારે આદિવાસી સમાજનાં આરક્ષિત વિસ્તાર, સમુદાય તથા આદિવાસી સંસ્કૃતિ બચાવવા માટે અનુસૂચિ પાંચની અમલવારી કરવા તેમજ હાલના સળગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે કલેક્ટર સહિત મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
![ડાંગ જિલ્લા BTS દ્વારા અનુસૂચિ 5 લાગુ કરવા કલેક્ટર સહિત મામલતદારને આવેદનપત્ર આપ્યું ETV bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:56:56:1594816016-gj-dang-04-bts-vis-gj10029-15072020175400-1507f-1594815840-19.jpeg)
U.N.O. એ જણાવ્યું છે કે, દુનિયા અને માનવ જાતને બચાવવા માટે લોકોએ આદિવાસી જીવનશૈલી અપનાવવી પડશે. આથી ગુજરાતનાં આદિવાસીઓને તેમના વિસ્તારને, સંશાધનને, સંસ્કૃતિ,સભ્યતા,રિતીરીવાજ,બોલી,સભ્યતા,ખનીજો-જળ-જંગલ જમીનને બચાવવા માટે અનુસૂચિ 5ની અમલવારી જરૂરી છે.
આ ઉપરાંત BTS પાર્ટીનાં મુખ્ય પ્રશ્નોમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધા, લોકોને રોજગારી, સિંચાઈ પાણીની સુવિધા, જમીન સંરક્ષણ, પૈસા કાનૂન 1996ની અમલવારી તથા ભીલ પ્રદેશની અમલવારી વગેરે કુલ 8 જેટલાં મુદ્દાઓ સાથે ડાંગ BTS પ્રમુખ રાકેશભાઈ પવારની આગેવાનીમાં અન્ય કાર્યકર્તાઓએ કલેક્ટર સહિત મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી સરકાર સુધી પોહચાડવા માટે અપીલ કરી હતી.