- ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
- ડાંગ જિલ્લા પંચાયતની 18 બેઠકોમાંથી 15 સીટનાં નામો જાહેર
- ત્રણે તાલુકાની 48માંથી 47 બેઠક માટે ઉમેદવાર જાહેર
ડાંગ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષ મેદાનમાં છે. ડાંગ જિલ્લામાં ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે સીધો જંગ યોજાશે. બન્ને પાર્ટીઓ દ્વારા ઉમેદવારની પસંદગી બાબતે હાઈકમાન્ડને યાદી મોકલાવી દેવામાં આવી હતી.
ડાંગ જિલ્લા ભાજપ પાર્ટીના જિલ્લા અને તાલુકાની બેઠકો માટે ઉમેદવારોની યાદી ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો પૈકી 15 બેઠકો પર વિધિવત રીતે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. જ્યારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ડાંગ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકોમાં વઘઇ, આહવા-2 અને ડોન બેઠકો ઉપર ઉમેદવારનાં નામો જાહેર કરવાનાં બાકી રાખી પેન્ડિંગ રાખી છે. જ્યારે ડાંગ જિલ્લાની વઘઇ, સુબિર અને આહવા તાલુકા પંચાયતની કુલ 48 બેઠકો પૈકી 47 બેઠકો પર વિધિવત રીતે ઉમેદવારોનાં નામો જાહેર કરવામાં આવતા કહીં ખુશી કહીં ગમનો માહોલ સર્જાયો છે.
ડાંગ જિલ્લા ભાજપ પાર્ટીના જિલ્લા અને તાલુકાની બેઠકો માટે ઉમેદવારોની યાદી ભાજપની મુખ્ય સીટ માટે ઉમેદવાર જાહેર કરવાનાં બાકી
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાની ત્રણેય તાલુકાની 48 બેઠકો પૈકી વિવાદોનાં પગલે સુબિર તાલુકા પંચાયતની માત્ર 01 સીટ માટે ઉમેદવારનું નામ જાહેર ન કરી આ બેઠક પેન્ડિંગ રાખી છે. હાલમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ભાજપની ગઢ મનાતી જિલ્લા પંચાયતની આહવા-2 અને ડોન બેઠક ઉમેદવારોનાં વિવાદનાં પગલે પેન્ડિંગ રાખી છે. જ્યારે જિલ્લા પંચાયતની કોંગ્રેસની ગઢ ગણાતી વઘઇ જિલ્લા સીટ માટે પણ કયા ઉમેદવારને ઉતારવો તે અંગે અસંમજસતા દેખાતા આ સીટ માટે પણ ઉમેદવારની જાહેરાત પેન્ડિંગ રાખી છે.
ડાંગ જિલ્લા ભાજપ પાર્ટીના જિલ્લા અને તાલુકાની બેઠકો માટે ઉમેદવારોની યાદી ડાંગ જિલ્લા ભાજપ પાર્ટીના જિલ્લા અને તાલુકાની બેઠકો માટે ઉમેદવારોની યાદી