ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સામે સતત સતર્કતા રાખતુ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર - Dang district administration department alert

ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં કોરોનાના ત્રણ એક્ટીવ કેસ નોંધાયા છે. આ સાથે જ કન્ટેઈનમેન્ટ અને બફર ઝોન વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્વચ્છતા સહીત જંતુનાશક દવાના અસરકારક છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

ડાંગ
ડાંગ

By

Published : Jul 14, 2020, 4:04 PM IST

ડાંગ: ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં કોરોનાના ત્રણ એક્ટીવ કેસ નોંધાયા છે. આ સાથે જ કન્ટેઈનમેન્ટ અને બફર ઝોન વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્વચ્છતા સહીત જંતુનાશક દવાના અસરકારક છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે ઉપયોગી માર્ગદર્શન આપી , જિલ્લામાં યોજાતા ગ્રામીણ હાટ/બજાર બંધ રાખવાની સુચના આપી છે.

પ્રજાજનોને વગર કારણ ઘર કે ગામની બહાર ન નિકળવાની અપીલ કરતા કલેકટરશ્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન મારફત રેશન કાર્ડ ધારકોને આપવામાં આવતું વિના મુલ્યે અનાજ, તેમને સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા સાથે, ગામમાં જ મનરેગા સહિતના રોજગારીના કામો સતત ચાલુ રહે તે જોવાની પણ તાકીદ કરી હતી.

ડાંગ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે મોટા નગરો તથા ગામોમાં બજાર, દુકાન જેવા સ્થળે ફરજીયાત પણે સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન થાય તે જોવાની તાકીદ કરતા કલેકટર શ્રી ડામોરે, જિલ્લામાં કોઈ પણ વેપારી કુત્રિમ ભાવ વધારો ઉભો કરી પ્રજાની મજબુરીનો ફાયદો ઉઠાવે નહિ તે જોવા પણ સુચના આપી હતી.

જિલ્લાના પ્રજાજનોમા રોગપ્રતિકારક શક્તિ વધારતી આયુર્વેદ અને હોમીઓપેથીની દવાઓના વિતરણ સાથે ધન્વન્તરી રથની કામગીરીને વધુ લોકભોગ્ય બનાવવાની અપીલ કરતા કલેકટરશ્રીએ આરોગ્ય વિભાગ દ્વારા તેની સેવાઓને વધુ સઘન બનાવવાનો પણ અનુરોધ કર્યો હતો.

ગામડા ગામમા જરૂર પડ્યે સ્થાનિક ડાંગી ભાષામા આઈ.ઈ.સી. એકટીવીટી હાથ ધરી કોરોના સામે રાખવાની સાવચેતી બાબતે પ્રજાજનોને જાગૃત કરવાની હિમાયત કરી હતી. કલેકટર એન.કે.ડામોરે પીવાના પાણીના કલોરીનેશન સહીત અનાજ વિતરણની કામગીરીમાં શિક્ષકોની સેવા, અન્ય જિલ્લાઓમાંથી અપડાઉન કરતા કર્મચારીઓને ફરજીયાત હેડ ક્વાર્ટર પર ઉપસ્થિત રાખવા સહિતના મુદ્દે પણ ઉપયોગી માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details