- જિલ્લામાં અત્યાર સુધી 689 કેસો નોંધાયા
- જિલ્લામાં મંગળવારે 2 દર્દીને રજા અપાઈ
- એક્ટિવ કેસ 4, તમામ દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન
ડાંગ: જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં મંગળવારની દ્રષ્ટિએ કુલ 689 કેસો નોંધાઇ ચૂક્યા છે. જે પૈકી 685 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે 4 કેસ એક્ટિવ રહેવા પામ્યા છે. જિલ્લાના તમામ એક્ટિવ કેસ 4 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
જિલ્લામાં 85 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન કરાયા
કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 85 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. જ્યારે 11,299 વ્યક્તિઓના હોમ ક્વોરન્ટાઈન પૂર્ણ થયા છે. જિલ્લામાં કુલ 4 કન્ટેઈનમેન્ટ ઝોન ( એક્ટિવ ) નિયત કરાયા છે. આજની તારીખે કન્ટેઈનમેન્ટ ઝોન પિંપરી , ખાંભલા, ઇસદર, ટેકપાડા, ગામમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવેલ છે.
કોરોનાના કારણે જિલ્લામાં અત્યાર સુધી 28 મોત
ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી 63 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જે તમામ નેગેટિવ રહેવા પામ્યાં છે. RT-PCR ટેસ્ટના 75 સેમ્પલ કલેક્ટ કરાયા હતા. જે પૈકી તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં. કોરોનાને કારણે આ અગાઉ ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કુલ 28 મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે. ઉપરાંત જિલ્લામા આ અગાઉ મ્યુકોરમાઇકોસીસ ( mucormycosis ) નો પણ એક કેસ નોંધાવા પામ્યો હતો, જે દર્દીનું અવસાન થયું છે. જિલ્લામાં મંગળવારે એક પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.