ગુજરાત

gujarat

ETV Bharat / state

dang corona update: જિલ્લામાં નવો 1 કેસ નોંધાયો, 1 discharge - active case

ડાંગ જિલ્લામાં શુક્રવારે coronaનો નવો 1 કેસ સામે આવ્યો છે, જ્યારે 1 દર્દી સ્વસ્થ થતાં તેમને રજા આપવામા આવી છે.

dang corona update
dang corona update

By

Published : Jun 4, 2021, 7:50 PM IST

  • ડાંગ જિલ્લામા શુક્રવારે નોંધાયો નવો 1 કેસ
  • 1 દર્દીને રજા અપાઈ
  • active case 6, તમામ દર્દીઓ હોમ ક્વોરેન્ટાઈન

ડાંગઃ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં coronaના કુલ 689 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 683 દર્દીઓને રજા અપાઈ છે, જ્યારે આજની તારીખે 6 કેસ active છે. જિલ્લાના active caseના તમામે તમામ 6 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે.

જિલ્લામાં 139 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન કરાયા

કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 139 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે, જ્યારે 11,245 વ્યક્તિઓના હોમ કવોરેન્ટાઈન પૂર્ણ થયા છે. જિલ્લામા આજની તારીખે કુલ 16 કન્ટેઈન્મેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમાં 63 ઘરોને આવરી લઈ 256 વ્યક્તિઓને કવોરેન્ટાઈન કરાયા છે, જ્યારે 15 બફર ઝોન (એક્ટિવ)માં 115 ઘરોને સાંકળી લઈ 451 લોકોને કવોરેન્ટાઈન કરવામા આવ્યા છે.

મ્યુકોરમાઇકોસિસના 1 દર્દીનું મોત કોરોનાનાં કારણે અત્યાર સુધી 28 મોત

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો શુક્રવારે જિલ્લાભરમાંથી 90 RT-PCR અને 78 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 168 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 90 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ છે. કોરોનાને કારણે આ અગાઉ ડાંગ જિલ્લામા અત્યાર સુધી કુલ 28 મૃત્યુ નોંધાઈ ચુક્યાં છે. આ ઉપરાંત જિલ્લામાં આ અગાઉ મ્યુકોરમાઇકોસિસનો પણ 1 કેસ નોંધાયો. જે દર્દીનુ પણ અવસાન થયું છે. આજે મોટી દભાસ ગામની 18 વર્ષીય યુવતિનો corona report positive આવ્યો છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details