ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ કોરોના અપડેટ: 24 કલાકમાં 11 નવા કેસો નોંધાયા, 1 મોત - dang corona update

ડાંગ જિલ્લામાં આજે રવિવારે 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે 11 નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાવાથી કોરોનાના કુલ કેસ 585 થયા છે. આ ઉપરાંત આજે રવિવારે કોરોનાને કારણે એક વૃદ્ધનું અવસાન થતાં કુલ મૃત્યુઆંક 24 થયો છે.

ડાંગ કોરોના અપડેટ
ડાંગ કોરોના અપડેટ

By

Published : May 9, 2021, 6:55 PM IST

  • ડાંગ જિલ્લામાં આજે 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
  • નવા 11 પોઝિટિવ કેસો સામે આવ્યા, કુલ આંક 585
  • 1નું કોરોનાના કારણે મોત, કુલ મૃતાંક 24

ડાંગ: જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં કુલ 585 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 504 દર્દીઓને રજા અપાઈ છે, જ્યારે આજની તારીખે 81 કેસો એક્ટિવ છે.

11 પોઝિટિવ દર્દીઓ આહવા સિવિલમાં સારવાર હેઠળ

કોરોનાના એક્ટિવ કેસો પૈકી 11 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા અને 4 દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે તથા 66 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે."કોરોના સંક્રમણ"ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 846 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે, જ્યારે 9,712 વ્યક્તિઓના હોમ કવોરેન્ટાઈન પૂર્ણ થયા છે.

આ પણ વાંચોઃ ડાંગ કોરોના અપડેટ: 24 કલાકમાં 8 કેસો નોંધાયા, 7 દર્દી ડિસ્ચાર્જ થયા

કોરોનાના કારણે 1 વૃદ્ધનું મોત, જિલ્લામાં કુલ મૃતાંક 24

'કોરોના'ને કારણે ડાંગ જિલ્લામા નોંધાયેલા મૃત્યાંકની વિગતો જોઈએ તો આજે એક 60 વર્ષિય વડિલના અવસાન સાથે જિલ્લામા કુલ 24 મૃત્યુ થયાં છે.

જિલ્લામાં રવિવારે 11 પોઝિટિવ કેસો નોંધાયા

આજે રવિવારે નોંધાયેલા 8 પોઝિટિવ કેસોની વિગતો જોઈએ તો આહવાની 52 વર્ષીય સ્ત્રી, ગલકુંડનો 23 વર્ષીય પુરુષ, શામગહાનનો 30 વર્ષીય યુવક, બંધારપાડાનો 50 વર્ષીય પુરુષ, જામલાપાડાનો 60 વર્ષીય વૃદ્ધ, બારખાંધ્યાની 50 વર્ષીય મહિલા, સાકરપાતળનો 40 વર્ષીય પુરુષ, ભદરપાડાનો 65 વર્ષીય વૃદ્ધ, મોટી કસાડની 15 વર્ષીય કિશોરી, ગાઢવીનો 34 વર્ષીય યુવક અને આહેરડી ખાતેના 65 વર્ષીય વૃદ્ધનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details