- ડાંગમા નોંધાયા કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ
- આ અગાઉ ડાંગ થયો હતો કોરોના મુક્ત
- સવા મહિના બાદ નોંધાયા કેસ
ડાંગઃ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે એક 58 વર્ષીય પુરુષ સહિત 36, 31, અને 25 વર્ષીય યુવકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને લઈને આરોગ્ય વિભાગે ત્વરિત દોડતું થયું છે.
ડાંગ જિલ્લામાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા
4 નવા કેસ સાથે ડાંગ જિલ્લામા કોવિડ-19ના કુલ 165 કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જે પૈકી 161માં દર્દીને આ અગાઉ જ ગત 28 જાન્યુઆરી 2021ના દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. ત્યાર બાદ આજની તારીખે જિલ્લામા 04 એક્ટિવ કેસ નોંધાયા છે.