ડાંગ: ગુજરાત રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પણ કોરોનાનાં કેસ સામે આવ્યા છે. અનલોક-લોકડાઉન બાદ સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. જયા દુર-દુરથી પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય માણવા માટે આવતા હતા. જોકે કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાને રાખતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જોવા લાયક, પર્યટન સ્થળોને બંધ કરવામાં આવેલ છે. તેમ છતાં મોટી સંખ્યામાં સુરત વગેરે જગ્યાએથી પ્રવાસીઓ ડાંગનાં પ્રકૃતિને માણવા આવી રહ્યા છે.
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં કોરોનાનો પગપેસારો
ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત સાપુતારા(નવાગામ)માં કોરોનાનો પગપેસારો થયો છે. સાપુતારા(નવાગામ)ના પત્રકારનાં એક જ પરીવારના 08 જેટલા સભ્યોને કોરોના થઇ જતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી દોડતુ થયુ હતુ. ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસના કુલ કેસો 42 જ્યારે હાલ 10 દર્દીઓ સારવાર હેઠળ છે.
ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસના સૌથી ઓછા કેસો નોંધાયા છે. જેમાં શુક્રવારે ગિરિમથક સાપુતારા (નવાગામ)ના 45 વર્ષીય પત્રકાર યુવક સહિત પરિવારમાં 74 વર્ષીય પુરુષ સહિત મળી કુલ આઠ સભ્યોનાં કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે પ્રવાસી મથક સાપુતારા (નવાગામ)ના એક પત્રકાર સહિત કુટુંબનાં 08 જેટલા સદસ્યોનાં શુક્રવારે એકસાથે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતુ.
ડાંગ જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા હાલમાં સાપુતારાનાં 08 કોરોના પોઝિટિવ દર્દીઓને સારવારનાં અર્થે આહવા કોવિડ કેર હોસ્પિટલમાં આઈસોલેશન કરાયા હતા. સાથે સાપુતારા(નવાગામ)નાં બરડાફળીયાને હાલમાં બફરઝોન અને કન્ટેન્ટમેન્ટઝોન એરીયા જાહેર કરી અવર જવર ઉપર પ્રતિબંધ મૂક્યો છે.