- આજે રવિવારે ડાંગ જિલ્લામા 8 દર્દીઓને રજા અપાઈ
- નવા 2 કેસ સાથે કુલ કેસ 669 અને 41 એક્ટિવ કેસ
- કોરોનાનાં કારણે જિલ્લામાં અત્યાર સુધી 26 લોકોના મોત નોંધાયા
ડાંગ:જિલ્લામાં રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર, જિલ્લામાં કુલ 667 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી, 628 દર્દીઓને રજા અપવામાં આવી છે. જ્યારે, આજે રવિવારે જિલ્લામાં 41 કેસો એક્ટિવ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો:ડાંગ જિલ્લામાં 2 કરોડના ખર્ચે બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાશે
જિલ્લામાં 608 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન કરાયા
ડાંગ જિલ્લામાં એક્ટિવ કેસો પૈકી 7 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં છે અને 34 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે શનિવારે 608 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન છે. જ્યારે, 10,748 વ્યક્તિઓના હોમ ક્વોરન્ટાઇનનો સમય પૂર્ણ થયો છે.
આ પણ વાંચો:ડાંગ જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ઉકાળા અને દવાઓનું વિતરણ કરાયું
જિલ્લામાં કુલ 41 કન્ટેન્મેન્ટ ઝોન નિયત કરાયાં
જિલ્લામા હાલ કુલ 41 કન્ટેન્મેન્ટ ઝોન નિયત કરાયા છે. જેમા, 106 ઘરોને આવરી લઈને 469 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરાયા છે. જ્યારે, 39 બફર ઝોન અને 254 ઘરોને સાંકળી લઈને 1054 લોકોને ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે. આ ઉપરાંત, આજે જિલ્લામાંથી 26 RTPCR અને 76 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 104 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી, 26 RT PCRના રિપોર્ટ પેન્ડિંગ છે. જિલ્લામા આજ સુધી કુલ 49,634 સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે. જે પૈકી 48,941 નેગેટીવ રહ્યા છે.