ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં કોરોનાના 24 કલાકમાં 10 પોઝિટિવ કેસ નોંધાયા, 9 દર્દીઓને ડિસ્ચાર્જ - પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના કેસોમાં દિવસેને દિવસે કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે, રોગચાળા નિયંત્રણ અધિકારી દ્વારા મળેલી માહિતી મુજબ, ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે, 9 દર્દીઓ સજા થઇને ઘરે પરત ફર્યા છે. આ તબક્કે, જિલ્લામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.

ડાંગ જિલ્લામાં કોરોના કેસ
ડાંગ જિલ્લામાં કોરોના કેસ

By

Published : May 22, 2021, 10:28 PM IST

  • આજે શનિવારે ડાંગ જિલ્લામા 9 દર્દીઓને રજા અપાઈ
  • નવા 10 કેસ સાથે કુલ કેસ 667 અને 47 એક્ટિવ કેસ
  • કોરોનાં વાઇરસનાં કારણે આજે શનિવારે 43 વર્ષીય પુરુષનું મોત

ડાંગ: જિલ્લામાં રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર, જિલ્લામાં કુલ 667 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી, 620 દર્દીઓને રજા અપવામાં આવી છે. જ્યારે, આજે શનિવારે જિલ્લામાં 47 કેસો એક્ટિવ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4,205 પોઝિટિવ કેસ નોંધાયા, 54 દર્દીના થયા મૃત્યુ

જિલ્લામાં 608 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન કરાયા

ડાંગ જિલ્લામાં એક્ટિવ કેસો પૈકી 8 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં છે અને 39 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે શનિવારે 608 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન છે. જ્યારે, 10,748 વ્યક્તિઓના હોમ ક્વોરન્ટાઇનનો સમય પૂર્ણ થયો છે.

આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા તેમની ગ્રાન્ટમાંથી ધંધુકાને 5 ઓક્સિજન કોનસંટ્રેટરનું દાન

જિલ્લામાં કુલ 41 કન્ટેન્મેન્ટ ઝોન નિયત કરાયાં

જિલ્લામા હાલ કુલ 41 કન્ટેન્મેન્ટ ઝોન નિયત કરાયા છે. જેમા, 106 ઘરોને આવરી લઈને 469 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરાયા છે. જ્યારે, 49 બફર ઝોન અને 254 ઘરોને સાંકળી લઈને 1054 લોકોને ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે. આ ઉપરાંત, આજે જિલ્લામાંથી 31 RTPCR અને 73 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 104 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી, 31 RT PCRના રિપોર્ટ પેન્ડિંગ છે. જિલ્લામા આજ સુધી કુલ 49,532 સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે. જે પૈકી 48,834 નેગેટીવ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details