હાથરસ ઘટનાના વિરોધમાં ડાંગ કોંગ્રેસે મૌન સત્યાગ્રહ કર્યો - આહવાના તાજા સમાચાર
ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં સમગ્ર દેશ હચમચી ગયો છે. આ ઘટનાના વિરોધમાં ડાંગ કોંગ્રેસે એક દિવસીય મૌન સત્યાગ્રહ કર્યો હતો.
હાથરસ ઘટનાના વિરોધમાં ડાંગ કોંગ્રેસે મૌન સત્યાગ્રહ કર્યો
ડાંગઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલા દુષ્કર્મ અને હત્યાના કેસના આરોપીની ફાંસીની સજા આપવા માટે સમગ્ર દેશના લોકો માગ કરી રહ્યા છે, ત્યારે સોમવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલ ચૌધરીની આગેવાનીમાં કોંગ્રેસ આગેવાનોએ આહવા ખાતે એક દિવસીય મૌન સત્યાગ્રહ કાર્યક્રમ યોજ્યો હતો.