- આહવાના Sakhi One Stop Centerની ડાંગ કલેક્ટર દ્વારા મુલાકાત
- ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યાએ કરી Sakhi One Stop Centerનીમુલાકાત કરી
- મહિલાઓની વિવિધ સમસ્યાઓના સમાધાનનુ સરનામુ Sakhi One Stop Center- ડાંગ કલેકટર
ડાંગ : રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવાની ગાંધી કોલોની ખાતે નવનિર્મિત ભવનમા શરૂ કરાયેલા Sakhi One Stop Centerની સેવા અને સુવિધાઓનો તાગ મેળવતા કલેક્ટર ભાવિન પંડ્યાએ અહીં સેવા આપતા કર્મયોગીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી. આ દરમિયાન દહેજ પ્રતિબંધક અધિકારી એસ. ડી. સોરઠીયાએ કલેક્ટર સહિતના ઉચ્ચાધિકારીઓને આવકારી સેન્ટરની ગતિવિધિઓની જાણકારી પૂરી પાડવામાં આવી હતી.
સમાજની જરૂરિયાતમંદ મહિલાઓ માટે ઉપયોગી - ડાંગ કલેક્ટર
સમાજની જરૂરિયાતમંદ મહિલાઓ માટે ખૂબ જ ઉત્કૃષ્ટ સુવિધાઓ સાથે સજ્જ આ સેન્ટર દ્વારા પૂરી પાડવામા આવતી સેવાઓની સરાહના કરી ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યાએ સેવકર્મીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અહીંની સેવાઓને અસરકારક રીતે જરૂરિયાતમંદો સુધી પહોંચાડી, સેન્ટર સ્થાપનનો સરકારનો ઉદ્દેશ પૂર્ણ કરવાની પણ તેમણે આ વેળા હિમાયત કરી હતી.
ડાંગ કલેક્ટર સાથે અન્ય વહીવટી કર્તાઓ ઉપસ્થિત રહ્યા
Sakhi One Stop Centerની કલેક્ટરની આ મુલાકાત વેળા નિવાસી અધિક કલેક્ટર ટી. કે. ડામોર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી કાજલ ગામીત પણ ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ જોશી તથા કેન્દ્ર સંચાલક સંગીતા ખુરકુટિયાએ પૂરક વિગતો રજૂ કરી હતી.